Saturday, October 19, 2024
Homeરાજ્યજામનગરખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ જામનગરની બીજી ટર્મ માટે સભાપતિની ચૂંટણી

ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ જામનગરની બીજી ટર્મ માટે સભાપતિની ચૂંટણી

તા. 8 જૂલાઇના રોજ બેઠક બોલાવાઇ

- Advertisement -

ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ જામનગરની બીજી ટર્મ માટે આગામી તા. 8 જૂલાઇના રોજ ચૂંટણી યોજાશે. આ અંગે ચૂંટણી અધિકારી દ્વારા ચૂંટણી યોજવા એજન્ડા જાહેર કર્યો છે.

ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ જામનગરના ચૂંટણી અધિકારી દ્વારા જાહેર કરાયેલ પત્રમાં જણાવ્યું છે કે, ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ જામનગરની ચૂંટણી થતાં બજાર સમિતિના બીજી ટર્મ માટેના સભાપતિની ચૂંટણી કરવાની થાય છે. આથી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ જામનગરના તમામ સદસ્યોની બેઠક તા. 8 જૂલાઇના સવારે 11:30 વાગ્યે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ જામનગર કાર્યાલય ખાતે રાખવામાં આવે છે. આથી દરેક સદસ્યોએ આ બેઠકમાં ઉપસ્થિત રહેવા જણાવાયું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular