કલ્યાણપુર તાલુકાના દુધિયા ગામે રહેતા પબાભાઈ વરુ નામના 69 વર્ષના આહિર વૃદ્ધ સાથે અગાઉના જમીન અંગેના ખાર બાબતે બોલાચાલી કરી, આ જ ગામના દેવાણંદ લાખાભાઈ વરૂ દ્વારા લોખંડના પાઇપ વડે હુમલો કરી, પગમાં ફ્રેકચર સહિતની ઈજાઓ પહોંચાડી હતી.
આટલું જ નહીં, આરોપી શખ્સે જાનથી મારી નાખવાની ધમકી પણ આપતા ભોગ બનનાર પાબાભાઈના પુત્ર મેહુલભાઈ વરુની ફરિયાદ પરથી કલ્યાણપુર પોલીસે આરોપી દેવાણંદ લાખાભાઈ વરુ સામે આઇ.પી.સી. કલમ 323, 324, 325, 506 (2) તથા જી.પી. એક્ટની કલમ મુજબ ગુનો નોંધી, ધોરણસર કાર્યવાહી કરી છે.