Monday, February 23, 2026
Homeરાજ્યહાલારમોટા થાવરિયા નજીક ક્રેઇને ઠોકરે ચઢાવતાં પદયાત્રી પ્રૌઢાનું મોત

મોટા થાવરિયા નજીક ક્રેઇને ઠોકરે ચઢાવતાં પદયાત્રી પ્રૌઢાનું મોત

દ્વારકા ફૂલડોલ ઉત્સવમાં જતાં સમયે સર્જાયો અકસ્માત : પ્રૌઢાનું ગંભીર ઇજા પહોંચતા મૃત્યુ : અન્ય યુવતીને પગમાં ગંભીર ઇજા : પોલીસ દ્વારા ક્રેઇન ચાલક વિરૂઘ્ધ કાર્યવાહી

હોળીના તહેવારમાં રાજ્યના જુદા જુદા શહેરો અને ગામોથી શ્રદ્ધાળુઓ પદયાત્રા દ્વારા દ્વારકાધીશના દર્શનાર્થે જતાં હોય છે. દરમ્યાન મોટા થાવરિયા ગામ નજીકથી જતાં પ્રૌઢા પદયાત્રિને પાછળથી આવતી ક્રેઇને ઠોકર મારતા મોત નિપજયું હતું. તેમજ યુવતીને પગમાં ઇજા પહોંચી હતી.

- Advertisement -

આ બનાવની વિગત મુજબ હોળીના તહેવારમાં દેવભૂમિ દ્વારકામાં ઉજવાતા ફૂલડોલ ઉત્સવમાં ભાગ લેવા રાજ્યભરમાંથી શ્રદ્ધાળુઓ પદયાત્રા દ્વારા દ્વારકા પહોંચતા હોય છે. દર વર્ષે આ પદયાત્રીઓ પૈકીના એકાદ પદયાત્રિનું અકસ્માતમાં મોત નિપજવાની ઘટના પણ જાણે સામાન્ય બની ગઇ છે. ત્યારે હોળીના તહેવાર પહેલાં રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના ગઢડિયા જામ ગામના વતની જેઠીબેન રામાભાઇ ખટાણા તેમજ રાધાબેન ગભરૂભાઇ ખાંભલા અને કમુબેન તથા આરતીબેન સહિતના શ્રદ્ધાળુઓ રાજકોટથી પગપાળા ચાલીને દ્વારકા જતા હતા. ત્યારે જામનગર તાલુકાના મોટા થાવરિયા ગામના પાટિયા પાસે રાત્રિના પહોંચ્યા તે દરમ્યાન પાછળથી આવી રહેલી જીજે10 એએસ 3665 નંબરની ક્રેઇનના ચાલકે બેફિકરાઇથી ચલાવી પદયાત્રી જેઠીબેન અને રાધાબેન નામના બન્નેને હડફેટ લેતાં જેઠીબેન નામના પ્રૌઢાને શરીરે તથા માથામાં ગંભીર ઇજા પહોંચતા મોત નિપજયું હતું.

તેમજ રાધાબેન ગભરૂભાઇ ખાંભલા નામની યુવતીને પગમાં ગંભીર ઇજા પહોંચી હતી. ત્યારબાદ આ બનાવ અંગેની મૃતક પ્રૌઢાના પુત્ર વલ્લભભાઇ ખટાણા દ્વારા જાણ કરાતાં એએસઆઇ એસ. જી. જાડેજા તથા સ્ટાફએ સ્થળ પર પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી ઇજાગ્રસ્ત યુવતીને સારવાર માટે હોસ્પીટલ ખસેડવામાં આવી હતી. પોલીસે ક્રેઇનચાલક વિરૂઘ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular