જામનગર શહેરના ગોકુલનગર વિસ્તારમાં રહેતાં વૃદ્ધએ બિમારીથી કંટાળી તેના ઘરે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે કારણ જાણવા તપાસ હાથ ધરી હતી.

આત્મહત્યાના બનાવની મળતી વિગત મુજબ જામનગર શહેરમાં ગોકુલનગરની સાયોના શેરી નંબર 6-ડીમાં જયકિશનવાળી શેરીમાં વસવાટ કરતાં ખીમજીભાઇ ટપુભાઇ ભરડવા (ઉ.વ.63) નામના વૃદ્ધને શ્વાસની બિમારી હોય તેની સારવાર ચાલતી હતી. દરમ્યાન તબિયતમાં કોઇ ફેરફાર ન થતાં કંટાળેલા વૃદ્ધએ ગઇકાલે સાંજે સાતેક વાગ્યાના અરસામાં પોતાના ઘરે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી લેતા અરેરાટી મચી જવા પામી હતી. આ બનાવ અંગે મૃતકના પત્ની શારદાબેનએ જાણ કરતાં હે.કો. એમ. એમ. જાડેજા તથા સ્ટાફએ સ્થળ પર પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમ માટે મોકલવાની તજવીજ હાથ ધરી આગળની તપાસ આરંભી હતી.


