Saturday, March 28, 2026
Homeરાજ્યજામનગરજામનગરમાં ઘરમાં બેસેલા પ્રૌઢનું હૃદયરોગના હુમલાથી મોત

જામનગરમાં ઘરમાં બેસેલા પ્રૌઢનું હૃદયરોગના હુમલાથી મોત

ચાર દિવસ પહેલાં છાતીમાં ગભરામણ અને શ્વાસ લેવામાં તકલીફ : જી. જી. હોસ્પિટલમાં ખસેડાયા : સારવાર કારગત ન નિવડી : પોલીસે હાથ ધરી કાર્યવાહી

જામનગર શહેરના રામેશ્વરનગરમાં રહેતાં પ્રૌઢ તેના ઘરે બેઠાં હતાં તે દરમ્યાન એકાએક શ્વાસ લેવામાં તકલીફ થવાથી જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં જ્યાં તેમનું મોત નિપજયું હતું.

- Advertisement -

આ બનાવની વિગત મુજબ જામનગર શહેરના રામેશ્વરનગર વિસ્તારમાં આવેલા નંદન પાર્ક 2ની શેરી નંબર 1માં રહેતાં જયદેવસિંહ બાબુભા જાડેજા (ઉ.વ.58) નામના એલઆઇસીમાં ફરજ બજાવતાં પ્રૌઢ ગત્ તા. 24ના રોજ સાંજના સમયે તેના ઘરે બેઠાં હતાં ત્યારે એકાએક છાતીમાં ગભરામણ થવાથી અને શ્વાસ લેવામાં તકલીફ પડતાં સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું શુક્રવારે સાંજના સારવાર દરમ્યાન મોત નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. આ બનાવ અંગે મૃતકના પુત્ર દિવ્યરાજસિંહ જાડેજા દ્વારા જાણ કરાતા હે.કો. પી. કે. વાઘેલા તથા સ્ટાફએ હોસ્પિટલ પહોંચી મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular