Thursday, March 5, 2026
Homeરાજ્યહાલારખંભાળિયા નજીક પુરપાટ જતી કારની ઠોકરે પ્રૌઢનું અપમૃત્યુ

ખંભાળિયા નજીક પુરપાટ જતી કારની ઠોકરે પ્રૌઢનું અપમૃત્યુ

ખંભાળિયા તાલુકાના સામોર ગામ નજીક રસ્તો ક્રોસ કરતાં મહેસાણાના પ્રૌઢને પુરપાટ આવતી કારએ ઠોકરે ચઢાવતાં ગંભીર ઇજા પહોંચતા મોત નિપજયાના બનાવમાં પોલીસે કારચાલક વિરૂઘ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

- Advertisement -

આ બનાવની વિગત મુજબ મહેસાણા જિલ્લાના જોટાણા તાલુકાના મૂળ વતની અને હાલ ખંભાળિયા તાલુકાના સામોર ગામે રહેતા લખમણભાઈ નાયક મંગળવાર તા. 3ના રોજ તેમના જોટાણા ગામેથી સામોર ગામે પરત ફરી રહ્યા હતા. ત્યારે તેઓ બસમાંથી ઉતરીને રોડ ક્રોસ કરી રહ્યા હતા. ત્યારે આ માર્ગ પર પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલી જી.જે. 38 બી.જે. 4186 નંબરની ટાટા હેરિયર મોટરકારના ચાલકે તેમને અડફેટે લેતા તેમને ગંભીર રીતે ઈજાગ્રસ્ત હાલતમાં ઇમરજન્સી 108 એમ્બ્યુલન્સ મારફતે ખંભાળિયાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

આ બનાવ અંગે ખંભાળિયા પોલીસે મૃતકના પુત્ર ખોડાભાઈ લખમણભાઈ નાયકની ફરિયાદ પરથી ટાટા હેરિયર કારના ચાલક સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ અહીંના પી.એસ.આઈ. વી.આર. વસાવા દ્વારા હાથ ધરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular