Wednesday, March 11, 2026
Homeરાજ્યજામનગરજામનગરમાંંથી આઠ મહિલાઓ જુગાર રમતી ઝડપાઇ

જામનગરમાંંથી આઠ મહિલાઓ જુગાર રમતી ઝડપાઇ

રૂા. 10,200ની રોકડ કબ્જે : સિટી ‘બી’ ડિવિઝનનો દરોડો

જામનગરમાં મોમાઇનગરમાં ચાલતા જુગારધામમાં સિટી ‘બી’ ડિવિઝને દરોડો પાડી આઠ મહિલાઓને જુગાર રમતી ઝડપી લઇ તેમની પાસેથી રૂા. 10,200ની રોકડ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

આ જુગાર દરોડાની વિગત મુજબ જામનગર શહેરના મોમાઇનગર શેરી નંબર પાંચમાં રહેણાંક મકાનમાં જુગારનો અખાડો ચાલતી હોવાની પો.કો. ધર્મેન્દ્રસિંહ ઘેલુભા વાઢેરને મળેલી બાતમીના આધારે સિટી ‘બી’ ડિવિઝને રહેણાંક મકાનમાં દરોડો પાડયો હતો. આ દરોડા દરમ્યાન પોલીસે કુંડાળુ વળી તીનપત્તીનો જુગાર રમી રહેલી આઠ મહિલાઓ પાસેથી રૂા. 10,200ની રોકડ તથા ગંજીપના કબ્જે કરી જુગારધારાની કલમ હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular