જામનગર શહેર અને જિલ્લામાં આખરે કોરોનાનો પ્રકોપ દિન-પ્રતિદિન ઘટતો જાય છે કોરોનાના દર્દીઓની સંખ્યા પણ ઘટતી જાય છે. છેલ્લા 24 કલાકના સમયગાળા દરમિયાન જામનગર જિલ્લામાં એક દર્દીનું મૃત્યુ થયું છે. જ્યારે જામનગર શહેરમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં નજીવો વધારો થયો છે અને જામનગર શહેરના 03 પોઝિટિવ કેસ નોંધાયા છે, તે જ રીતે ગ્રામ્યના 05 પોઝિટિવ કેસ નોંધાયા છે ઉપરાંત શહેર અને જિલ્લાના કુલ 4 દર્દીઓને રજા આપવામાં આવી છે.
છેલ્લા 15 દિવસથી કોરોના સંક્રમિત દર્દીઓનો આંકડો સિંગલ ડિજિટમાં જ રહ્યો છે અને છેલ્લા 3 દિવસથી જામનગર જીલ્લાનો અત્યાર સુધીનો સૌથી નીચો આંક માત્ર 3 કેસ નોંધાયા હતા. જેમાં નજીવો ઉછાળો આવ્યો છે. જામનગર શહેરના છેલ્લા 24 કલાક દરમિયાન કુલ 03 પોઝિટિવ કેસ નોંધાયા છે જ્યારે ગ્રામ્ય વિસ્તારના 05 પોઝિટિવ કેસ પોઝિટિવ કેસ નોંધાયા છે.
જામનગર જિલ્લામાં છેલ્લા 15 દિવસથી કોરોનાના સંક્રમિત દર્દીઓનો આંકડો સિંગલ ડિજિટ માં જ રહ્યો છે. છેલ્લા 24 કલાકના સમયગાળા દરમિયાન જામનગરની જી.જી.હોસ્પિટલમાં એક દર્દીનું મૃત્યુ થયું છે. છેલ્લા 24 કલાક દરમિયાન જામનગર શહેરના 01 દર્દી ડિસ્ચાર્જ થયા છે, તેમજ ગ્રામ્યના 03 દર્દીઓને રજા આપવામાં આવી છે. જામનગર શહેરમાં છેલ્લા 24 કલાક દરમિયાન 03 પોઝિટીવ કેસ નોંધાયા હોવાથી જામનગર શહેરનો કોરોના પોઝિટિવ દર્દીઓનો આંકડો 7,824 નો થયો છે, જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં 05 કેસ નોંધાયા હોવાથી કુલ આંકડો 2,369નો થયો છે અને સમગ્ર જિલ્લામાં કુલ 10,193 લોકો કોરોના સંક્રમિત બન્યા છે.