જામજોધતુર તાલુકાના હોથીજી ખડબા ગામની સીમના વાડી વિસ્તારમાં જાહેરમાં ટોર્ચના અંજવાળે તીનપતિનો જૂગાર રમતા આઠ શખ્સોને સ્થાનિક પોલીસે રેઈડ દરમિયાન રોકડ રકમ, બાઈક તથા મોબાઇલ ફોન સહિત કુલ રૂા.3,92,460 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતાં.
જૂગાર દરોડાની વિગત મુજબ, પ્રથમ દરોડો જામજોધુપર તાલુકાના હોથીજી ખડબા ગામમાં વાડી વિસ્તારમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા હોવાની પો.કો. નવલભાઈ આસાણી, મયુરસિંહ જાડેજા, દિલીપીસિંહ જાડેજા, કૃણાલભાઈ હાલાને મળેલી બાતમીના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી પીઆઈ વાય.જે.વાઘેલા, હેકો રાજેશભાઈ કંડોરીયા, પો.કો. નવલભાઈ આસાણી, કૃણાલભાઈ હાલા, રવિન્દ્રસિંહ જાડેજા, દિલીપસિંહ જાડેજા, મયુરસિંહ જાડેજા, મેઘરાજસિંહ જાડેજા, હર્ષપાલસિંહ ગોહિલ, મેઘરાજસિંહ જાડેજા, લાલજીભાઈ ગુજરાતી તથા સ્ટાફે રેઇડ દરમિયાન દિવ્યરાજસિંહ જીતેન્દ્રસિંહ જાડેજા, જેઠા મેરામણ વરુ, સુરેશ જગા ડાંગર, સુમિત વ્રજલાલ આરંભડિયા, નિંદ્રેશ એભા ગાગલિયા, સત્યજીતસિંહ ઈન્દ્રસિંહ જાડેજા, ભરત કેશુ ડાંગર, વિરા સાજણ નૈયા નામના આઠ શખ્સોને રૂા.33960 ની રોકડ રકમ અને રૂા.43500 ની કિંમતના પાંચ નંગ મોબાઇલ તથા રૂા.15000 ની કિંમતની બાઈક અને ત્રણ લાખની કિંમતન કાર સહિત કુલ રૂા.3,92,460 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતાંં.
બીજો દરોડો, જામનગર શહેરના ગોકુલનગર વિસ્તારમાં રડાર રોડ પર સાયોના શેરીમાં તીનપતિનો જૂગાર રમતા મુકેશ છગન પાણખાણિયા, પરાગ ચંદુ ગોસ્વામી, સુનિલ જીણા નકુમ, અક્ષય રાજુ ભેડા અને દેવાણંદ પરબત નંદાણિયા નામના પાંચ શખ્સો અને ત્રણ મહિલા સહિત આઠ શખ્સોને સિટી સી ડીવીઝન પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન રૂા.11,470 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં.