કાલાવડ તાલુકાના ખાનકોટડા ગામની સીમમાં વાડીના સેઢે જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા પાંચ શખ્સોને કાલાવડ ગ્રામ્ય પોલીસે રૂા.24120 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં. જામનગરના ગોકુલનગર-પાણાખાણ વિસ્તારમાંથી પોલીસે રેઇડ દરમિયાન ત્રણ શખ્સોને ત્તિનપત્તીનો જુગાર રમતાં ઝડપી લઇ રૂા. 14000ની રોકડ સહીતનો મુદ્ામાલ કબજે કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
જૂગાર દરોડાની વિગત મુજબ, કાલાવડ તાલુકાના ખાનકોટડા ગામની ટાઢોડિયા સીમ વિસ્તારમાં આવેલી બાબુ હંસરાજ ગલાણીના ખેતરના સેઢે જાહેરમાં તીનપતિનો જૂગાર રમાતો હોવાની બાતમીના આધારે એએસઆઇ આર વી ગોહિલ તથા સ્ટાફે રેઈડ દરમિયાન બાબુ હંસરાજ ગલાણી, ઈમ્તિયાઝ અબ્દુલ શાહમદાર, તુલસી કરમશી ગલાણી, જીવરાજ મોહન ગલાણી અને ચંદ્રકાંત ઉર્ફે મુકેશઅદા લાભશંકર જોશી નામના પાંચ શખ્સોને પોલીસે રૂા.24120 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો, દરોડો જામનગરના ગોકુલનગર પાણાખાણ વિસ્તારમાં તિનપત્તિનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુની સૂચના અને નાયબ પોલીસ અધિક્ષક જયવીરસિંહ ઝાલાના માર્ગદર્શન મુજબ ઉદ્યોગનગર પોલીસ ચોકી સીટી સી ડિવિઝનના પીઆઇ વી.બી. ચૌધરી, પીએસઆઇ આર.બી. ગોહીલ, પોકો ધર્મેશભાઇ મોરી, અરવિંદભાઇ પીપરોતર તથા જયપાલસિંહ ડોડીયા સહીતના સ્ટાફે રેઇડ દરમિયાન ચેતન ગગજી પરમાર, સાગર બિપીન કણઝારીયા, અશોક ઘેલા ભાંભેરા નામના ત્રણ શખ્સોને તિનપત્તિનો જુગાર રમતા ઝડપી લઇ રૂા. 14000ની રોકડ, ગંજીપતા સહીતનો મુદ્ામાલ કબજે કર્યો હતો.


