જામનગર તાલુકાના દરેડ ગામમાં બપોરના સમયે તીનપતિનો જૂગાર રમતા આઠ શખ્સોને પોલીસે રૂા.11,640 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જૂગાર દરોડાની વિગત મુજબ, જામનગર તાલુકાના દરેડ ગામમાં એફસીઆઈ ગોડાઉન પાસે જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા હોવાની બાતમીના આધારે પીએસઆઈ એમ.વી. મોઢવાડિયા તથા સ્ટાફે રેઈડ દરમિયાન પવનસીંગ રતનસીંગ લોધી, સાનુ ઉર્ફે અમિત ચોરસીયા, હીરાસીંગ જ્ઞાનસીંગ લોધી, હરીજનસીંગ રામપ્રસાદ કુશ્વાહ, સોહિલ રફિક અહેમદ અંસારી, બાલી જ્ઞાનસીંગ યાદવ, સાદન છોટે બક્ષ, જાવેદ ગુડુ અંસારી નામના આઠ શખ્સોને રૂા.11640 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઇ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.