જામનગર તાલુકાનાં ફલ્લા ગામે તથા નજીકના ગામોમાં તાઉ-તે વાવાઝોડાની અસર જોવા મળી હતી. સોમવારે દિવસ દરમિયાન તથા રાત્રે જોરદાર પવન ફૂકાયો હતો. ઝરમર વરસાદ પણ વરસ્યો હતો. મંગળવારે વહેલી સવારથી પવનના જોરદાર સુસવાટા સાથે વરસાદ ત્રાટકયો હતો. જોરદાર પવનને કારણે દુકાનોના બોર્ડ હોર્ડિંગો તૂટી ગયા હતાં. ઘણી જગ્યાએ ઇલેકટ્રીક તાર તથા ઝાડ તૂટી પડવાના બનાવો બન્યા હતાં. ઘણી જગ્યાએ વિજ-પુરવઠો અમુક સમય ખોરવાયો હતો. ખેતીમાં તલી, બાજરીને કેરીનો પાકને નુકસાન થયું છે. ગામડાંઓમાં કફર્યૂ જેવું વાતાવરણ સર્જાયું હતું.