જામનગરમાં સેન્ટમેરી સ્કૂલ દ્વારા Edu Fun Fest નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળાના વિદ્યાર્થીઓએ વિવિધ પ્રોજેકટસ બનાવ્યા હતાં. જેનું નિર્દેશન યોજાયું હતું. જેનું ઉદઘાટન ડે.મેયરના હસ્તે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતાં.
જામનગરના વિનાયક પાર્ક રામેશ્વરનગરમાં આવેલ સેન્ટમેરી સ્કૂલમાં વિદ્યાર્થીઓને શિક્ષણની સાથે સાથે પ્રેકટીકલ જ્ઞાન મેળવે અને ગમ્મત સાથે જ્ઞાન મેળવે તે હેતુથી Edu Fun Fest આયોજન કરવામાં આવ્યું હતું. તા.7 ફેબ્રુઆરીએ શાળામાં આ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં શાળાના વિવિધ ધોરણના વિદ્યાર્થીઓએ એક ભારત શ્રેષ્ઠ ભારત, યુનિટી ઇન ડાયર્વસીટી, આર્મડ ફોર્સ ઓફ ઇન્ડિયા, આર્ટ ગેલેરી, હોરર હાઉસ, ગેમજોન, એઆઇ રૂમ, ટેકનોઝોન, એનસીએન્ટ ટાઉન પ્લાનીંગ સહિતની થીમ ઉપર વિવિધ પ્રોજેકટ તૈયાર કર્યા હતાં. શાળાના 200થી વધુ વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. જામનગર મહાનગરપાલિકાના ડે.મેયર ક્રિષ્નાબેન સોઢા તથા શાળાના પ્રિન્સીપાલ ગ્લોરી વિનોદ સહિતના દ્વારા કાર્યક્રમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
View this post on Instagram


