Sunday, December 22, 2024
Homeરાષ્ટ્રીયચીનથી પાકિસ્તાન અને કચ્છ સુધી ભૂકંપના આંચકા

ચીનથી પાકિસ્તાન અને કચ્છ સુધી ભૂકંપના આંચકા

- Advertisement -

ચીનથી લઇને છેક ઇરાન, પાકિસ્તાન અને કચ્છ સુધી ભૂકંપના આંચકાથી ધરતી ધણધણી છે. રવિવારે પાકિસ્તાન અને ઇરાનના પશ્ચિમ ભાગમાં પ.9ની તીવ્રતાનો ભૂકંપ આવ્યા બાદ આજે સવારે ચીનના દક્ષિણ સીનજિયાંગ પ્રાંતમાં ભૂકંપ અનુભવાયો હતો. જયારે કચ્છમાં પણ આજે વહેલી સવારે ધડાકા સાથે 4.5 ની તિવ્રતાનો આંચકો અનુભવાતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.

- Advertisement -

પાકિસ્તાનમાં ભૂકંપ આવ્યો હોવાના અહેવાલો સામે આવ્યા છે, તો ઈસ્લામાબાદમાં પણ જોરદાર ભૂકંપનો આંચકો આવતા લોકો ઘરની બહાર દોડી આવ્યા છે. રાવલપિંડીમાં પણ ભૂકંપની અસર જોવા મળી છે. ભૂકંપના કારણે ત્યાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ત્યાંના વહિવટી તંત્ર દ્વારા લોકોને શાંત રહેવાની અપીલ કરી છે. પાકિસ્તાનમાં આવેલા ભૂકંપની તીવ્રતા રિએક્ટર સ્કેલ પર 6.3 માંપવામાં આવી છે. ભૂકંપની કેન્દ્ર તજાકિસ્તાનમાં 150 કિલોમીટર જમીનની અંદર હોવાનું જણાવાઈ રહ્યું છે. મળતી માહિતી મુજબ ઈરાન અને અફઘાનિસ્તાનમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે. ઉત્તર-પશ્ચિમ ઈરાનના પશ્ચિમ અઝરબૈજાન પ્રાંતના ખોય શહેરમાં શનિવારે રાતે 5.9ની તીવ્રતાનો ભયાવહ ભૂકંપ આવ્યો હતો. એક અહેવાલ અનુસાર ભૂકંપને કારણે ઈરાનની એક પ્રાંતીય રાજધાનીમાં અનેક મકાનોને નુકસાન થયું હતું. ઈરાની મીડિયા અને યુરોપિયન ભૂમધ્યસાગરીય ભૂકંપ કેન્દ્ર દ્વારા આ અંગે માહિતી આપવામાં આવી હતી. જોકે ઈરાનના એક મીડિયા અનુસાર કોઈ જાનહાનિના અહેવાલ અત્યાર સુધી મળ્યા નથી. જોકે એક અહેવાલોમાં અધિકારીઓના હવાલાથી એવો દાવો કરાયો હતો કે અઝરબૈજાન પ્રાંતના ખોય શહેરમાં ભૂકંપને કારણે 7 લોકોએ જીવ ગુમાવ્યા હતા અને 440થી વધુ લોકો ઘવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર પણ 10 કિલોમીટર ઊંડે હોવાનું જણાવાયું છે. ચીનના દક્ષિણ શિનજિયાંગમાં સોમવારે ભૂકંપના ભારે આંચકા અનુભવાયા હતા. રિએક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 5.9 મપાઈ હતી. યુરોપિયન-ભૂમધ્યસાગરીય ભૂકંપ કેન્દ્ર દ્વારા આ માહિતી આપવામાં આવી હતી. એક અહેવાલ અનુસાર ઊખજઈએ જણાવ્યું કે ભૂકંપ સ્થાનિક સમયનુસાર 05:49 વાગ્યે આવ્યો હતો. જોકે ભૂકંપને કારણે લોકો ભયભીત થઈ ગયા છે પણ અત્યાર સુધી કોઈ જાનહાનિના અહેવાલ મળ્યા નથી. આ ભૂકંપ શિનજિયાંગના અરલથી 111 કિ.મી. દક્ષિણ પૂર્વમાં આવ્યો હતો. જોકે કિર્ગિસ્તાનમાં આવેલા ભૂકંપની તીવ્રતા 5.8 મપાઈ હતી.

કચ્છના ખાવડામાં ધડાકા સાથે 4.5ની તીવ્રતાનો આંચકો

- Advertisement -

કચ્છમાં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા હતા. . જોકે આ વખતે એક કલાકની અંદર ભૂકંપના બે આંચકા અનુભવાયા હતા. માહિતી અનુસાર ભૂકંપ સાથે ધડાકાનો પણ અવાજ આવ્યો હતો જેના લીધે લોકો ભયભીત થઈ ગયા હતા. દુધઈ પાસે સવારે 6.38 કલાકે 4.5ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. આ સિવાય ખાવડા પાસે સવારે 5.18 કલાકે 3.2ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. વહેલી સવારે ભૂકંપનો આંચકો આવતા લોકોમાં ડરનો માહોલ સર્જાયો છે. ભૂકંપના આંચકાએ લોકોને 2001ની યાદ અપાવી દીધી છે. ભૂકંપ આવવાથી લોકો સવાર-સવારમાં પોતાના ઘરની બહાર દોડી આવ્યા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular