સુરતમાં ગઈકાલે મોડી રાત્રે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ગઈકાલે રાત્રે લગભગ 1 વાગ્યાની આસપાસ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપના આંચકાને કારણે શહેરીજનો ઘરની બહાર તરફ દોડી ગયા હતા. લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.
રાજ્યમાં છેલ્લા ઘણા દિવસથી કચ્છ અને સૌરાષ્ટ્રમાં આંચકા અનુભવાયા હતા. હવે ગઈકાલે સુરતમાં મોડી રાત્રે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપની તિવ્રતા 3.8ની મપાઈ હતી. ભૂકંપનુ કેન્દ્રબિંદુ સુરતથી 27 કીમી દુર નોંધાયુ હતું. સુરતમાં ગઈકાલે આવેલા ભૂકંપના આંચકાને પગલે શહેરીજનો તેમના ઘરની બહાર દોદી ગયા હતા અને લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. ભૂકંપને કારણે કોઈ નુકશાનના સમાચાર નથી.
હજુ ત્રણ દિવસ પહેલા જ કચ્છના ભચાઉમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તિવ્રતા 3.0 નોંધાઈ હતી. આ ઉપરાંત સાવરકુંડલાના મીતીયાળામાં એક પછી એક ત્રણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપને કારણે લોકો ફફડી ઉઠ્યા હતા.