Sunday, December 22, 2024
Homeહેલ્થ એન્ડ વેલનેસનાની ઉંમરમાં છોકરીઓમાં પીરિયડ્સની શરૂઆત: કેટલો ગંભીર વિષય જાણીએ...

નાની ઉંમરમાં છોકરીઓમાં પીરિયડ્સની શરૂઆત: કેટલો ગંભીર વિષય જાણીએ…

- Advertisement -

હાલના આધુનિક યુગમાં હાઈબ્રીડ જનરેશન આવી રહી છે ત્યારે છોકરીઓમાં નાની ઉંમરમાં પીરિયડસ શરૂ થવાની સરેરાશ વધી રહી છે. ત્યારે આ વિષય કેટલોક ચિંતાજનક છે તે જાણીએ…

- Advertisement -

11 વર્ષની ઉંમર પહેલાં પીરિયડ શરૂ થનારી છોકરીઓની સંખ્યા 8.6% થી વધીને 15.5% જેટલી થઈ ગઇ છે. જ્યારે 9 વર્ષ પહેલાં પીરિયડ શરૂ થનારની સંખ્યા ડબલ થઈ ગઇ છે. આવા સમયમાં યુવતીઓમાં કેંસર અને અન્ય ઘાતક બીમારીઓનો ખતરો વધી રહ્યો છે. પહેલાં 11 થી 15 વર્ષ સુધીમાં પ્રથમ પીરિયડની શરૂઆત થતી દિવસેને દિવસે આ સમય ઘટી રહ્યો છે. ત્યારબાદ 11 વર્ષ થી થતીને હવે 11 થી પણ ઓછી 9 અને 10 વર્ષે છોકરીઓને પીરિયડની શરૂઆત થઈ જાય છે ત્યારે આ એક ચિંતાજનક વિષય છે. કારણ કે તેેનાથી યુવતીઓમાં હૃદયરોગ, મોટાપા, ગર્ભપાત, ઓવેરીયન અને બ્રેસ્ટ કેન્સરનો ખતરો વધી જાય છે ત્યારે કયા કારણોથી આ સમય ઘટી રહ્યો છે…?

એક રિસર્ચ અનુસાર નાનપણથી જ મોટાપા ધરાવરનાર છોકરીઓને જલ્દી પીરીયડ આવી શકે છે. જ્યારે વધુ પડતો તનાવ પણ એક કારણ છે. આજકાલની શિક્ષણ નીતિ જે રીતે કોમ્પીટીશનનો સમય છે ત્યારે તનાવ પણ એક કારણ છે. તો વળી ફુડ હેબિટ પણ મહત્વનો ભાગ ભજવે છે. જે રીતના જંક ફુડનો ઉપયોગ વધી રહ્યો છે. તે આવનારા સમય માટે લાલબતી છે. આ ઉપરાંત વાતાવરણમાં રહેલા કેમીકલ્સ પ્રદૂષણ પણ અસર કરે છે. છોકરીઓ જે કોસ્મેટીકસ વાપરે છે તેમાં પણ આ કેમિકલ્સ વધુ હોય છે જે તેના સ્વાસ્થ્ય પર અસર પહોંચાડે છે.

- Advertisement -

આ સમસ્યાને પહોંચી વળવા માટે પેરેન્ટસે શું કરવું જોઇએ તો બાળકોને નેચરલ ફુટ અને શાકભાજી આપવા જોઇએ. એક હેલ્દીને સંપૂર્ણ ડાયેટ આપવું ખાસ જરૂરી છે. સાથે સાથે રેગ્યુલર એકસરસાઈઝ અને ખાસ પુરી નિંદર ખૂબ જરૂરી છે. તો આજના સમયમાં પેરેન્ટસે બાળકોને હેલ્દી લાઈફ તરફ વાળવા ખુબ જ જરૂરી છે. કારણ કે આ વધતો રેશિયો અને ઘટતી ઉંમર આવનારા સમય માટે ખતરો છે. ત્યારે માનસિક તણાવ મુકત વાતાવરણ અને સરળ જીવનશૈલી ખુબ જરૂરી છે.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular