Monday, December 23, 2024
Homeરાજ્યહાલારદ્વારકા ધારાસભ્ય પબુભા માણેક પરિવાર દ્વારા સમુહ લગ્નોત્સવનું આયોજન

દ્વારકા ધારાસભ્ય પબુભા માણેક પરિવાર દ્વારા સમુહ લગ્નોત્સવનું આયોજન

વિરમભા આશાભા માણેક પરિવાર દ્વારા સમસ્ત ક્ષત્રિય વાઘેર સમાજના 111 લગ્નનું આયોજન : હાલારના સાંસદ પૂનમબેન માડમ મુખ્ય અતિથિ જ્યારે રાજ્યસભા સાંસદ પરિમલભાઇ નથવાણી કાર્યક્રમના ઉદ્ઘાટક

- Advertisement -

દેવભૂમિ દ્વારકામાં વિરમભા અશાભા માણેક પરિવાર દ્વારા સમસ્ત ક્ષત્રિય વાઘેર સમાજના 22માં સમુહ લગ્નોત્સવ-2023નું 111 સમુહ લગ્નનું તા. 14 ફેબ્રુઆરીના રોજ સનાતન સેવા મંડળ, પોલીસ સટેશન પાસે, દ્વારકા ખાતે યોજવામાં આવ્યા છે.

- Advertisement -

દ્વારકાના ભામાશા ગણાતા વિરમભા આશાભા માણેક પરિવાર દ્વારા દ્વારકામાં 22માં સમુહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 111 યુગલો પ્રભુતામાં પગલા માંડશે. આ શુભ પ્રસંગમાં તા. 14 ફેબ્રુઆરીના સવારે 10 કલાકે હસ્ત મેળાપ, 11 કલાકે સત્કાર સમારંભ, બપોરે 12 કલાકે મંગલ ફેરા, બપોરે 1 થી 3 સમુહ ભોજન, બપોરે 3 કલાકે સમુહ દાંડીયા-રાસ તથા બપોરે 4 કલાકે જાન વિદાયનો કાર્યક્રમ યોજવામાં આવશે.

આ તકે સમુહલગ્ન સમારંભમાં પ્રભુતામાં પગલાં માંડનાર 111 નવદંપતિઓને આશિર્વાદ આપવા માટે સંતો ઉપસ્થિત રહેશે. જેમાં દ્વારકા શારદામઠના નારાયણનંદજી મહારાજ, સનાતન સેવા મંડળના સ્વામી કેશવાનંદ મહારાજ, દયારામબાપા આશ્રમના મહંત દયારામબાપુ, ભારત સેવા આશ્રમ સંઘના સ્વામી શ્યામનંદજી મહારાજ, સ્વામીનારાયણ ભક્તિધામના સ્વામી ચંદ્રપ્રસાદદાસજી, મંગલ આશ્રમના જીવણનાથબાપુ ગુરૂ કરણનાથબાપુ, સ્વામીનારાયણ આશ્રમ સ્વામી ગોવિંદપ્રસાદજી, જગન્નાથ મંદિર સર્વણતિર્થ હનુમાનપ્રસાદ મહારાજ, સ્વામીનારાયણ મંદિરના શાસ્ત્રી ચંદ્રપ્રકાશદાસજી તથા દ્વારકાધીશ મંદિરના પૂજારી પ્રમુખ મુરલિ નરભેરામભાઇ ઠાકર આશિર્વાદ આપશે.

- Advertisement -

આ પ્રસંગે આરએસપીએલ કુરંગાના ઓફિસરો, ટાટા કેમિકલ્સ લિ. મીઠાપુરના ઓફિસરો, સમસ્ત ગુગ્ગળી બ્રાહ્મણના પ્રમુખ, ઓખા મંડળ લોહાણા જ્ઞાતિના પ્રમુખ, સતવારા જ્ઞાતિ પ્રમુખ, રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ પ્રમુખ, લોહાર જ્ઞાતિ પ્રમુખ તેમજ ઉદ્યોગપતિ દ્વારકાદાસભાઇ રાયચુરા (મોટાભાઇ) આ તકે ખાસ ઉપસ્થિત રહેશે.

દ્વારકાધીશ પ્રભુની કૃપાથી આ 22માં સમુહ લગ્નોત્સવમાં મુખ્ય પ્રેરણાસ્ત્રો સમાન સ્વ. વિરમભા આશાભા માણેક છે. જ્યારે આ આયોજનના મુખ્ય યજમાન માંડણભા વિરમભા માણેક છે. તથા 82-દ્વારકા-કલ્યાણપુરના ધારાસભ્ય તેમજ સમસ્ત ક્ષત્રિય વાઘેર સમાજ, ઓલ ઇન્ડિયાના પ્રમુખ પબુભા માણેક આ લગ્નોસ્વના આયોજક છે.

- Advertisement -

આ તકે જામનગર-દેવભૂમિ દ્વારકાના સાંસદ પૂનમબેન માડમ, મુખ્ય અતિથિ તરીકે પધારશે. જ્યારે રાજ્યસભા સાંસદ પરિમલભાઇ નથાવણી કાર્યક્રમનું ઉદ્ઘાટન કરશે. આ શુભકાર્ય પ્રસંગે સમસ્ત ઓખા મંડળ ક્ષત્રિય વાઘેર યુવા મંડળ દ્વારા પ્રભુતામાં પગલાં માંડનારા 111 નવદંપતિઓને શુભેચ્છા પાઠવશે. જ્યારે સમસ્ત વિરમભા આશાભા માણેક પરિવારના દરેક સભ્યો આ શુભપ્રસંગે નવદંપતિઓને આશિર્વાદ આપવા માટે પધારવા અનુરોધ કરાયો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular