Monday, January 12, 2026
Homeરાજ્યભાણવડનાં બરડા ડુંગર વિસ્તારમાંથી દેશી દારૂની ભઠ્ઠી પકડી પાડતી દ્વારકા એલસીબી

ભાણવડનાં બરડા ડુંગર વિસ્તારમાંથી દેશી દારૂની ભઠ્ઠી પકડી પાડતી દ્વારકા એલસીબી

બે હજાર લીટર આથા સહિત ભઠ્ઠીના સાધનો કબજે કર્યા

ભાણવડનાં બરડા ડુંગરમાં અસામાજીક તત્વો દ્વારા આ વિસ્તારમાં દેશી દારૂ તેમજ અન્ય પ્રવૃતિઓ ચલાવવામાં આવી રહી હોય જે બાબતની બાતમીનાં આધારે બરડા ડુંગરનાં ભંડક વિસ્તારમાં દેશીદારૂની ભઠ્ઠી ચાલતી હોવાની બાતમી એએસઆઈ કેશુરભાઇ ભાટીયા, હે.કો.જીતુભાઇ હુણને મળતા ફોરેસ્ટ વિભાગનાં પરબતભાઇ માળીયાને સાથે રાખી રેડ દરમ્યાન દેશીદારૂ બનાવવાનો કાચો આથો 2000 લીટર કિ.રૂા.4000 બેરલ નંગ-12 તેમજ તાંબાની મોટી નળી નંગ-2 કિ.રૂા.1000 સહિત કુલ રૂા.5000નો મુદ્દામાલ કબજે કરી ભાણવડ પોલીસને સોંપવામાં આવેલ છે. જ્યારે આરોપી નાજા કરશન મોરી ફરાર જાહેર થયેલ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular