Wednesday, December 25, 2024
Homeરાજ્યહાલારદ્વારકા જિલ્લા ભાજપ પ્રમુખ રાજીનામું

દ્વારકા જિલ્લા ભાજપ પ્રમુખ રાજીનામું

નવા પ્રમુખ તરીકે મયુર ગઢવી

- Advertisement -

દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા પોતાની નાદુરસ્ત તબિયતના અનુસંધાને હોદામાંથી રાજીનામું આપ્યા બાદ પાર્ટી દ્વારા જિલ્લાના નવા અધ્યક્ષ તરીકે સક્રિય યુવા કાર્યકર મયુર ગઢવીની નિમણૂક કરવામાં આવી છે.

- Advertisement -

દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે છેલ્લા આશરે અઢી વર્ષથી ફરજ બજાવતા પીઢ આગેવાન ખીમભાઈ જોગલની છેલ્લા કેટલાક સમયથી નાદુરસ્ત તબિયતના કારણે તેમણે પાર્ટી અધ્યક્ષ સી.આર. પાટીલને એક લેખિત પત્ર પાઠવી અને જિલ્લા ભાજપ પ્રમુખના હોદ્દા પરથી સ્વૈચ્છિક રીતે રાજીનામું આપી દીધું છે. તેમના રાજીનામાના અનુસંધાને પાર્ટી દ્વારા જિલ્લાની મુખ્ય સમિતિનું વિસર્જન કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.

આ સાથે ભાજપના હાઈ કમાન્ડ દ્વારા હાલ જિલ્લા ભાજપના મહામંત્રી તરીકે કાર્યરત અને જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય તથા ગઢવી સમાજના અગ્રણી મયુરભાઈ રામભાઈ ગઢવીને દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ અધ્યક્ષ તરીકેની મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે.

- Advertisement -

અત્રે ઉલ્લેખનીય છે કે સ્વચ્છ પ્રતિભા ધરાવતા અને મૃદુભાસી તત્કાલીન જિલ્લા ભાજપ પ્રમુખ ખીમભાઈ જોગલ તાજેતરમાં યોજાઈ ગયેલી વિધાનસભાની ચૂંટણી ઉપરાંત નગરપાલિકા અને જિલ્લા પંચાયતમાં વધુ બેઠકો પ્રાપ્ત કરવા તથા મહત્વની એવી જિલ્લા પંચાયતને કોંગ્રેસ પાસેથી મેળવી લઈને ભાજપને ફાળે લઈ આવવામાં તેમનું મહત્વનું યોગદાન રહ્યું છે. તેમના સમયમાં ખંભાળિયામાં દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપનું કાર્યાલય દ્વારકેશ કમલમનું નિર્માણ કાર્ય પણ શરૂ કરવામાં આવ્યું છે. તેમના સમયગાળામાં કરવામાં આવેલી પ્રવૃત્તિઓ હંમેશા અવિસ્મરણીય બની રહેશે તેવો સુર વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.

ભાજપના સામાન્ય કાર્યકરની કામગીરી શરૂ કરી જિલ્લા પંચાયતના સદસ્ય, વિપક્ષના નેતા, સહિતની અનેક મહત્વની જવાબદારી સફળતાપૂર્વક કરી અને તમામ લોકોને સાથે લઈને ચાલવા વાળા મયુરભાઈ ગઢવીએ જિલ્લા ભાજપની અનેક મહત્વની કામગીરી પોતાના શિરે લઈ અને ભાજપના નેતાઓ સાથે લાગણીના સંબંધ કેળવ્યા છે. ત્યારે ખંભાળિયા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ રામભાઈ ગઢવીના પુત્ર મયુરભાઈ ગઢવીને આ મહત્વની જવાબદારી સોંપવામાં આવતા જિલ્લાના આગેવાનો, હોદ્દેદારો વિગેરેએ આવકારી અને તેમને શુભકામનાઓ પાઠવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular