Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયલોકડાઉન જેવી સ્થિતિને કારણે, બેફામ સંગ્રહખોરી, તંત્રો મૌન, પ્રજા પરેશાન !

લોકડાઉન જેવી સ્થિતિને કારણે, બેફામ સંગ્રહખોરી, તંત્રો મૌન, પ્રજા પરેશાન !

- Advertisement -

કોરોનાની બીજી ઘાતક લહેર દેશભરમાં ચાલી રહી હોય, દેશભરમાં આંશિક લોકડાઉન, સ્વૈચ્છિક લોકડાઉન અને સંપૂર્ણ લોકડાઉન તથા રાત્રિ કર્ફયૂનું વાતાવરણ છે જેના કારણે સંઘરાખોરી-કાળાબજાર બેફામ છે, તંત્રો-સરકાર મૌન છે અને પ્રજા પિસાય રહી છે.

- Advertisement -

દેશનાં મોટાંભાગના શહેરો તથા ગ્રામ્ય વિસ્તારોમાં કર્ફયૂ-લોકડાઉન જેવી સ્થિતિ છે. અનાજ-કરિયાણાની દુકાનોના દુકાનદારોના જણાવ્યા પ્રમાણે, લોકો જરૂરિયાતથી વધુ ચીજો ખરીદી રહ્યા હોય વેપારીઓ સંઘરાખોરી-કાળાબજાર કરી રહ્યા છે. મોટાં શહેરોમાં સ્થિતિ વધુ ખરાબ છે જ્યાં ચીજોની વધુ ખપત છે. જેના કારણે મોટાંભાગની ચીજોનાં ભાવોમાં 20 ટકા સુધીનો ઉછાળો જોવા મળે છે. અને, ઘણાં સમયથી પ્રવર્તી રહેલી મોંઘવારીમાં સામાન્ય જન માટે જીવવું દુષ્કર બની રહ્યું છે. ખાદ્યતેલોથી માંડીને મસાલા સુધીની આવકો પર લગામ છે. પરિણામે ચીજોના ભાવોમાં 20 ટકા સુધીનો ભાવવધારો નોંધાયો છે.

લોકોમાં ભય-અફવાઓ છે કે, આગામી દિવસોમાં ઘણી બધી ચીજોની અછત-શોર્ટ સપ્લાય સર્જાશે. તેથી સંઘરાખોરી કરી વેપારીઓ ઉંચા ભાવો પડાવી રહ્યા છે. દેશના કેટલાંક રાજ્યોમાં સ્થિતિ વધુ ખરાબ છે.

- Advertisement -

તેની સામે FMCG ની કંપનીઓએ ગત વર્ષના અનુભવના આધારે બજારોમાં ઘણી ચીજોનું મોટાંપાયે ડમ્પિંગ પણ કર્યું છે જેથી પૂરવઠો જાળવવામાં મદદ મળી રહી છે.

હાલની સ્થિતિ ધ્યાનમાં રાખી કેન્દ્ર સરકારે રાજ્યોને આદેશ આપ્યો છે કે, સંઘરાખોરી કરનારાઓ વિરૂધ્ધ કડક પગલાં ભરવામાં આવે. જો કે સ્થાનિક સ્તરોએ તંત્રો કે રાજ્ય સરકારો આ કામગીરી પ્રત્યે ઉદાસીન છે કેમ કે સૌનું ધ્યાન કોરોનામાં છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular