Monday, December 23, 2024
Homeરાજ્યકોરોનાને કારણે દ્વારકામાં ફૂલડોલ ઉત્સવમાં આવતા શ્રદ્ધાળુઓની સંખ્યામાં ઘટાડો

કોરોનાને કારણે દ્વારકામાં ફૂલડોલ ઉત્સવમાં આવતા શ્રદ્ધાળુઓની સંખ્યામાં ઘટાડો

27 માર્ચ થી 29 માર્ચ સુધી મંદિર બંધ રાખવાના જાહેરનામા બાદ પગપાળા આવતા યાત્રાળુઓ બે દિવસ પહેલા કાળિયા ઠાકોરના દર્શને આવ્યા : દ્વારકા જિલ્લા પોલીસ વિભાગ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

- Advertisement -

દર વર્ષે યાત્રાધામ દ્વારકામાં ભગવાન દ્વારકાધીશના મંદિર પરિસરમાં ધામધૂમ અને હર્ષોલ્લાસથી હોળી અને ફૂલડોલ ઉત્સવ ઉજવવામાં આવે છે, પરંતુ આ વર્ષે કોરોના મહામારી ને કારણે અને કોરોના ના કેસ વધતા જતા દેવભૂમિ દ્વારકા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હોળી અને ધુળેટી- ફૂલ ડોલ ઉત્સવ દિવસો દરમ્યાન તારીખ 27 માર્ચ થી ૨૯ માર્ચ સુધી ભગવાન દ્વારકાધીશ નું મંદિરે ભાવિકો માટે બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવતા સમગ્ર ગુજરાતમાંથી પગપાળા આવતા યાત્રિકોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો અને કેટલાક પગપાળા યાત્રાળુઓ બે દિવસ પહેલા જ આવીને ભગવાન દ્વારકાધીશના દર્શન કરી વતન ભણી જવા રવાના થયા.

- Advertisement -

જોકે કેટલાક શ્રદ્ધાળુઓ દ્વારા સોશિયલ મીડિયામાં ત્રણ દિવસના મંદિર બંધના એલાનને ગેરવ્યાજબી ઘણી ધુળેટી અને ફૂલડોલ ઉત્સવ મનાવવા તેઓ દ્વારકા આવશે તેવી ચીમકી ઉચ્ચારતા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, તેમ જ દ્વારકાધીશ મંદિર પરિસરમાં આવવા જવા માટે બેરીકેટ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેના હેતુથી ૩ ડી.વાય.એસ.પી. , પાંચ પી.આઈ. , બાર પી.એસ.આઇ તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લા એલ.સી.બી , એસ.ઓ.જી, ડી સ્ટાફ , એસ.આર.પી. હોમગાર્ડ , જી.આર.ડી. સહિતના કુલ 536 જેટલા જવાનો ને ફરજ ઉપર ગોઠવવામાં આવ્યા છે .
સ્થાનિક તંત્ર દ્વારા યાત્રાધામ દ્વારકામાં આવેલા ધાર્મિક ધર્મસ્થાનો અને હોટેલોને ત્રણ દિવસ માટે યાત્રાળુઓને ઉતારો ન આપવાની પણ અપીલ કરવામાં આવી છે.

યાત્રાળુઓ મંદિર પરિસરમાં ના આવે અને બહારથી દર્શન કરી નીકળી જાય તેવા હેતુથી ગોમતી ઘાટ ઉપર આવેલી છપ્પન સીડી અને દ્વારકાધીશ ના મુખ્ય દ્વાર ઉપર રેલિંગ નાખીને તંત્રએ ભીડ ઘટાડવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ આમ કરવાથી સ્થાનિક વેપારીઓ પણ પોતાના ધંધા-રોજગાર પડી ભાંગવાની મૌખિક રજૂઆતો કરતા હોવાનું નજરે પડે છે .

- Advertisement -

હાલના દિવસોમાં ગુજરાતમાં ફરી કોરોના બેકાબૂ બનતા કોરોના ના કેસો દિવસેને દિવસે વધી રહ્યા છે અત્યારે સ્થાનિક તંત્રએ લોકોને દ્વારકા દર્શન કરવા આવતા લોકોને સરકારી ગાઈડ લાઈન પાડવાનો અને પોતાના સ્વાસ્થ્યની ધ્યાન રાખવાની અપીલ કરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular