ગુજરાતના અનેક વિસ્તારોમાં બે દિવસથી વરસાદ વરસી રહ્યો છે.ત્યારે ઉત્તર ગુજરાતના 29 તાલુકામાં બુધવારથી જ ગાજવીજ અને પવન સાથે વરસાદ વરસ્યો હતો. જેમાં મહેસાણાના ઊંઝામાં સૌથી વધુ 54મીમી વરસાદ વરસ્યો હતો. ત્યારે આજે રોજ ભારે વરસાદના કારણે ગોપીનાળાની દીવાલ ધરાસાઈ થઇ છે. જેનો વિડીઓ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. આ દીવાલ હજુ 8મહિના પહેલા જ બનાવવામાં આવી હતી.
મહેસાણા જીલ્લામાં વરસાદની સ્થિતિની વાત કરવામાં આવે તો બુધવાર રાત્રીથી ગુરુવાર રાત્રી સુધી ઊંઝામાં 54 મીમી, કડીમાં 22 મીમી, બહુચરાજીમાં 17 મીમી, સતલાસણામાં 14 મીમી, વિજાપુરમાં 12 મીમી, ખેરાલુમાં 8 મીમી, મહેસાણામાં 5 મીમી, વડનગરમાં 5 મીમી અને વિસનગરમાં 2 મીમી વરસાદ ખાબક્યો છે. સમગ્ર ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે.