Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયગુજરાત-રાજસ્થાનમાં દુષ્કાળના ડાકલાં

ગુજરાત-રાજસ્થાનમાં દુષ્કાળના ડાકલાં

ખાનગી હવામાન એજન્સી સ્કાઇમેટે દર્શાવ્યું 60 ટકા ઓછા વરસાદનું અનુમાન : ઓછા વરસાદની આગાહીથી ખેડૂતોના જીવ અધ્ધર : રાજય સરકાર પણ પીવાના પાણીના વ્યવસ્થાપનને લઇને ચિંતિત

- Advertisement -

છેલ્લા બે વર્ષના ભરપૂર ચોમાસા બાદ આ વર્ષે ગુજરાતમાં અત્યાર સુધીમાં પ0 ટકા વરસાદની ખાધ રહી છે. અપુરતા વરસાદને કારણે કૃષિ પર આફત સર્જાઇ છે. તો પાણીની સમસ્યા ચિંતાજનક બની છે. તેવામાં ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટે ગુજરાત અને રાજસ્થાન માટે માઠા સમાચાર આપ્યા છે. એજન્સીના અનુમાન અનુમાન આ વર્ષે ગુજરાત અને પશ્ચિમ રાજસ્થાનમાં દુષ્કાળની પ્રબળ શકયતાઓ જોવાઇ રહી છે. આ વિસ્તારમાં સામાન્યથી 60 ટકા ઓછા વરસાદનું અનુમાન વ્યકત કરવામાં આવ્યું છે. હવામાન એજન્સીની આ આગાહીના પગલે રાજયના ખેડૂતોના જીવ અધ્ધર થઇ ગયા છે. જયારે રાજયના મોટાભાગના જળાશયો તળિયાઝાટક હોય રાજય સરકાર પણ આગામી સમયમાં પીવાના પાણીને લઇને ચિંતિત બની છે. મુખ્ય જળસ્ત્રોત એવા નર્મદા ડેમમાં પણ પાણીની સ્થિતિ સંતોષકારક નથી.

હવામાનની આગાહી કરતી પ્રાઈવેટ કંપની સ્કાઈમેટે કહ્યું છે કે આ વર્ષે વરસાદનો આંકડો સામાન્યથી 60 ટકા ઓછો રહેશે. સ્કાઈમેટે આ પહેલા 13 એપ્રિલ 2021ના રોજ હવામાનની આગાહી જાહેર કરી હતી. તે સમયે દેશમાં સામાન્ય વરસાદની વાત કહેવામાં આવી હતી, જોકે અપડેટેડ અનુમાન મુજબ આ વર્ષે વરસાદ સામાન્યથી 60 ટકા ઓછી રહેવાની શક્યતા છે.હવામાનની ભૌગોલિક અસરની વાત કરવામાં આવે તો ગુજરાત, રાજસ્થાન, ઓરિસ્સા, કેરળ અને પૂર્વાત્તર ભારતમાં આગળ પણ વરસાદ ઓછો રહેવાની શક્યતા છે. ગુજરાત અને પશ્ચિમ રાજસ્થાનમાં દુષ્કાળની શક્યતા છે. જોકે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશના ઘણા વિસ્તારમાં વરસાદનો આંકડો સામાન્ય કે તેનાથી વધુ રહ્યો છે. આ કારણે દેશના કેન્દ્રીય ભાગમાં પાક નબળો રહેવાની શક્યતા પણ છે.
સ્કાઈમેટે જૂન માટે 106 ટકા અને જુલાઈ માટે 97 ટકા વરસાદની આગાહી કરી હતી. તેની સરખામણીએ જૂન અને જુલાઈમાં કઙઅના 110 ટકા અને 93 ટકા વરસાદ થયો. હાલની સ્થિતિને જોતા સ્કાઈમેટે મોનસૂનના અગાઉના અનુમાનમાં ફેરફાર કરીને તેને કઙઅના 94 ટકા કર્યું છે. મંથલી બેસિસ પર હવે મોનસૂનની આગાહી આ રીતે છે:

ઓગસ્ટમાં LPA (258.2 MM)ની સરખામણીએ 80 ટકા વરસાદ પડી શકે છે. આ મહિને 80 ટકા શક્યતા ઓછા વરસાદની છે, જ્યારે 20 ટકા શક્યતા સામાન્ય વરસાદની છે. સપ્ટેમ્બરમાં LPA (170.2 MM)ની સરખામણીએ 100 ટકા વરસાદ થઈ શકે છે.

આ મહિને 60 ટકા શક્યતા સામાન્ય વરસાદની છે, 20 ટકા શક્યતા સામાન્યથી વધુ વરસાદની છે અને 20 ટકા શક્યતા સામાન્યથી ઓછા વરસાદની છે. આ વર્ષે દક્ષિણ-પશ્ચિમ મોનસૂનની શરૂઆત સમયે થઈ હતી.

ટેકનિકલ રીતે લાંબા સમયમાં વરસાદનું સરેરાશ અનુમાન એટલે કે LPAના 110 ટકા પરંતુ જૂનના અંતમાં સારો વરસાદ થયો હતો. જ્યારે જુલાઈ મહિનામાં 11 જુલાઈ સુધી વરસાદ નબળો રહ્યો. આ કારણે જુલાઈમાં LPA 93 ટકા રહ્યો એટલે કે સામાન્યથી ઓછો વરસાદ થયો.

મોનસૂનમાં પ્રથમ બ્રેક જુલાઈમાં જોવા મળ્યો અને ઓગસ્ટના પ્રથમ પંદર દિવસ દરમિયાન દક્ષિણ-પશ્ચિમ મોનસૂનમાં બીજો બ્રેક મોનસૂન ફેઝ આવ્યો. નબળા વરસાદના કારણે સમગ્ર ભારતમાં સિઝનલ વરસાદની અછત ઓગસ્ટના બીજા પંદર દિવસ સુધીમાં 9 ટકા પર આવી ગઈ. સામાન્યથી ઓછા મોનસૂનની સામાન્યથી નીચેની સ્થિતિમાં અત્યાર સુધીમાં કોઈ સુધારો થયો નથી.

સ્કાઈમેટના MD જતિન સિંહના જણાવ્યા અનુસાર મોનસુન નબળુ પડવાનું કારણ હિન્દ મહાસાગરમાં IOD ના લાંબા 5 ફેઝ અને જુલાઈ-ઓગસ્ટમાં તેમાં ફેરફાર હોઈ શકે છે. પશ્ચિમી હિન્દ મહાસાગરની સપાટીનું તાપમાન પૂર્વ હિન્દ મહાસાગરની સરખામણીમાં ઓછું અને વધુ રહે છે. તેને હિન્દ મહાસાગર દ્વિધ્રુવ એટલે કે Indian Ocean Dipole (IOD) કહે છે. જોકે સપ્ટેમ્બરમાં IOD બનવાના કોઈ સ્પષ્ટ સંકેત નથી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular