Monday, March 30, 2026
Homeવિડિઓગેરકાયદેસર ઈમારત પર તોડી પાડયા બાદ ડ્રોન વિડીયો સામે આવ્યા - VIDEO

ગેરકાયદેસર ઈમારત પર તોડી પાડયા બાદ ડ્રોન વિડીયો સામે આવ્યા – VIDEO

રાજકોટ રેન્જ આઈજીની મુલાકાત બાદ જામનગર શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ દ્વારા સઘન ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન કાલાવડ નાકા બહાર આવેલા વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામ સામે કડક કાર્યવાહી હાથ ધરાઈ હતી. પોલીસના માર્ગદર્શન અને હાજરીમાં તોડફોડની કામગીરી શરૂ કરવામાં આવી હતી, જેમાં અંદાજે 35 રૂમ ધરાવતી ગેરકાયદેસર ઈમારત એક જ દિવસમાં સ્વૈચ્છિક રીતે તોડી પાડવામાં આવી હતી.

- Advertisement -

તોડફોડ બાદના દૃશ્યો ડ્રોન વિડીયોમાં સ્પષ્ટ રીતે સામે આવ્યા છે, જેમાં સમગ્ર વિસ્તાર ખુલ્લો જોવા મળી રહ્યો છે. પોલીસ દ્વારા તમામ સંડોવાયેલા લોકોને કડક ચેતવણી આપવામાં આવી હતી અને ગેરકાયદેસર હથિયાર રાખવા અંગે સખત મનાઈ જાહેર કરવામાં આવી છે. સાથે જ જમીન પર ગેરકાયદેસર કબજો કરનારાઓને પણ ચેતવણી આપવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular