યુનાઈટેડ આરબ અમીરાતમાં અબુધાબી એરપોર્ટ નજીક ડ્રોન એટેક થયો છે. યમનના હૂતી વિદ્રોહીઓએ આ હુમલાની જવાબદારી લીધી છે. UAEમાં અધિકારીઓએ અબુધાબીમાં વિસ્ફોટ અને આગ લગાડવાની વાત કરી હતી. સાથે જ એમ પણ કહ્યું હતું કે ડ્રોન એટેક હોય શકે છે.
યુએઈના સ્થાનિક મીડિયાના અહેવાલ પ્રમાણે એરપોર્ટ પર આ વિસ્ફોટો અબુધાબી નેશનલ ઓઈલ કંપની (ADNOC)ના પેટ્રોલ લઈને જઈ રહેલા ટેન્કર્સમાં થયા હતા. પ્રાથમિક તપાસમાં એવું સામે આવ્યું છે કે, ટેન્કર્સમાં આગ લાગી તે પહેલા આકાશમાં ડ્રોન જેવી આકૃતિ જોવા મળી હતી જે બે અલગ-અલગ વિસ્તારોમાં પડી. એરપોર્ટ પર લાગેલી આગને કાબૂમાં લેવા માટે પોલીસ અને અધિકારીઓની ટીમને મોકલી દેવામાં આવી હતી.
હૂતીઓના પ્રવક્તા યાહ્યા સારી સાથે સંકળાયેલા એક ટ્વિટર એકાઉન્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, આગામી થોડા કલાકોમાં હૂતી યુએઈ પર સૈન્ય ઓપરેશન્સ ચલાવશે.