Tuesday, March 31, 2026
Homeરાજ્યજામનગરઓટલા ઉતર સૂતેલા વૃદ્ધને ચગદી નાખનાર કારચાલકની ધરપકડ

ઓટલા ઉતર સૂતેલા વૃદ્ધને ચગદી નાખનાર કારચાલકની ધરપકડ

ત્રણ દિવસ પહેલાં ફેટલ અકસ્માત : પંચકોષી ‘એ’ ડિવિઝન પોલીસે ગણતરીના દિવસોમાં જ આરોપીને પકડયો

જામનગર તાલુકાના ધુંવાવ ગામની ગોળાઇ પાસે ફેટલ અકસ્માત નિપજાવી નાશી જનાર કારચાલકને પંચકોષી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટાફએ કાર નંબરના આધારે સીસીટીવી ફૂટેજ તપાસી અર્ટિગા કારના ચાલકને ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

આ બનાવની વિગત એવી છે કે, જામનગર તાલુકાના ધુંવાવ ગામની ગોળાઇ પાસે રાત્રિના સમયે વૃદ્ધ ઓટલા ઉપર સૂતા હતા. તે દરમ્યાન અજાણી કારના ચાલકએ વૃદ્ધ ઉપર કાર ચઢાવી દઇ ગંભીર ઇજા પહોંચતા વૃદ્ધનું મોત નિપજયાના બનાવમાં મૃતકના પુત્ર દ્વારા પંચકોષી ‘એ’ ડિવિઝનમાં ફરિયાદ નોંધાવાઇ હતી. આ ફરિયાદના આધારે પીએસઆઇ એ. આર. પરમાર, હે.કો. ચેતનભાઇ ઘાઘરેટિયા દ્વારા તપાસમાં હ્યુમન સોર્સિસ અને ટેકનિકલ સોર્સની મદદથી અકસ્માત નિપજાવનાર કાર જામનગરની હોય જેથી જામનગર કમાન્ડ એન્ડ ક્ધટ્રોલના જુદા જુદા સીસીટીવી ફૂટેજો તપાસતા અકસ્માત નિપજાવનાર કાર જીજે10 ડીજે 6545 નંબરની અર્ટીગા કાર હોવાનું ખુલ્યું હતું. જેના આધારે પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીની સૂચનાથી પીઆઇ એમ. એન. શેખ, પીએસઆઇ એ. આર. પરમાર, એએસઆઇ નિર્મળસિંહ બી. જાડેજા, કાસમભાઇ બલોચ, હે.કો. ચેતન ઘાઘરેટિયા અને કમાન્ડ એન્ડ ક્ધટ્રોલના સ્ટાફ દ્વારા કારના નંબરના આધારે પોલીસે કારચાલક કામરાન જુમાભાઇ હાલાણી (રહે. રંગમતિ પાર્ક 3, ગુલાબનગર, જામનગર) નામના શખ્સની ગણતરીના દિવસોમાં જ ધરપકડ કરી અનડિટેક્ટ ફેટલનો ભેદ ઉકેલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular