Wednesday, February 11, 2026
Homeરાજ્યહાલારખંભાળિયા નજીક કાર અકસ્માતમાં ચાલકનું મૃત્યુ

ખંભાળિયા નજીક કાર અકસ્માતમાં ચાલકનું મૃત્યુ

પોલીસ દ્વારા મૃતદેહને પીએમઅર્થે ખસેડાયો

ખંભાળિયા નજીકથી મોટરકાર લઇ પસાર થતાં ખેડૂતને ભૂંડ આડું ઉતરતાં મોટરકાર ડિવાઇડર સાથે ટકરાઇ હતી. આ અકસ્માતમાં મોટરકાર ચાલકને ગંભીર ઇજા થતાં સારવારઅર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજયું હતું.

- Advertisement -

અકસ્માતના બનાવની મળતી વિગત પ્રમાણે ખંભાળિયા તાલુકાના આહિર સિંહણ ગામે રહેતા ગોવિંદભાઈ વિક્રમભાઈ ચાવડાના ઘરે મહેમાન આવતા હોવાથી તેઓ દાતા ગામે પોતાની વાડીએ પોતાની જી.જે. 37 એ.બી. 9333 નંબરની મોટરકાર લઈને જમવા ગયા હતા. ત્યારબાદ તેઓ રાત્રિના સમયે ઘરે પરત ફરતી વખતે વાડી નજીક તેમની કાર આડે એકાએક ભૂંડ ઉતરી આવતા આ ભૂંડને બચાવવા જતા તેમની કાર નજીકમાં આવેલા એક સિમેન્ટના ડિવાઇડર સાથે ટકરાઈ હતી.

આ અકસ્માતમાં તેમને ગંભીર ઈજાઓ સાથે વધુ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. આ બનાવ અંગેની જાણ અશ્વિનભાઈ ગોવિંદભાઈ ચાવડાએ પોલીસને કરતાં હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular