Friday, March 20, 2026
Homeરાજ્યહાલારખંભાળિયા પાસે ટ્રેકટર ગોથું ખાઇ જતાં ચાલકનું મોત

ખંભાળિયા પાસે ટ્રેકટર ગોથું ખાઇ જતાં ચાલકનું મોત

10 દિવસ પહેલા નાના માંઢા ગામની ગોળાઇ નજીક બનાવ : સારવાર દરમ્યાન નિપજયું મોત : પોલીસ દ્વારા કાર્યવાહી

ખંભાળિયાના મોટા માંઢા ગામ તરફ તા. 8 માર્ચના રોજ જઇ રહેલા ટ્રેકટરના ચાલકનું રોડની ગોળાઇ ઉપર સ્ટીયરીંગનો કાબૂ ગૂમાવી દેતા ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર દરમ્યાન ગઇકાલે મોત નિપજયું હતું.

- Advertisement -

અકસ્માતના બનાવની વિગત મુજબ ખંભાળિયા તાલુકાના કજુરડા ગામના પાટીયા પાસે રહેતા ભોલુભા લખુભા જાડેજા નામના 45 વર્ષના યુવાન ગત તારીખ 8 માર્ચના રોજ એક આસામીનું ટ્રેકટર લઈને નાના માંઢા ગામ તરફ જઈ રહ્યા હતા. ત્યારે રોડની ગોલાઈ પર અકસ્માતે આ ટ્રેક્ટર પલટી ખાઈ જતા તેમને શરીરના જુદા જુદા ભાગોમાં ગંભીર ઈજાઓ સાથે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન ગુરુવારે તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ મૃતકના મોટાભાઈ જટુભા લખુભા જાડેજાએ કરતાં પોલીસે હોસ્પિટલે પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular