Sunday, December 22, 2024
Homeરાજ્યકલ્યાણપુરમાં પુરપાટ જતું બાઈક સ્લીપ થતાં ચાલકનું મૃત્યુ

કલ્યાણપુરમાં પુરપાટ જતું બાઈક સ્લીપ થતાં ચાલકનું મૃત્યુ

- Advertisement -

કલ્યાણપુર તાલુકાના ગુરગઢ ગામે રહેતા અરજણભાઈ માલદેભાઈ ચૌહાણ (ઉ.વ.27) નામના યુવાન પોતાના મોટરસાયકલ પર બેસીને જઈ રહ્યા હતા, ત્યારે લીંબડી હાઈ-વે નજીકથી પુરઝડપે જઈ રહેલા આ મોટરસાયકલ પર ચાલક અરજણભાઈએ કાબુ ગુમાવી દેતા મોટરસાયકલ સ્લીપ થઈ ગયું હતું અને તેમને ગંભીર ઈજાઓ સાથે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું.

આ બનાવ અંગે મૃતકના મોટાભાઈ રામાભાઈ માલદેભાઈ ચૌહાણની ફરિયાદ પરથી કલ્યાણપુર પોલીસે મૃતક બાઈક ચાલક અરજણભાઈ માલદેભાઈ ચૌહાણ સામે આઈ.પી.સી. કલમ 304(એ), 279, 338 તથા એમ.વી. એક્ટ મુજબ ગુનો નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular