Thursday, April 9, 2026
Homeરાજ્યજામનગરકૂતરું આડું આવતા બાઇક છોટા હાથી સાથે અથડાતા ચાલકનું મોત

કૂતરું આડું આવતા બાઇક છોટા હાથી સાથે અથડાતા ચાલકનું મોત

બે સપ્તાહ પૂર્વે રાત્રિના સમયે અકસ્માત : કેળાની વખાર નજીક છોટા હાથી સાથે બાઇક ચાલક અથડાયો : ગંભીર ઇજા પહોંચતા સારવાર કારગત ન નિવડી : પોલીસ દ્વારા આગળની કાર્યવાહી

જામનગર શહેરના દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં યુવાન તેના બાઇક પર જતો હતો ત્યારે કેળાની વખાર પાસે પહોંચતા અચાનક કૂતરું આડું આવી જતાં બાઇક પરનો કાબૂ ગૂમાવતા છોટા હાથી સાથે અથડાતા અકસ્માતમાં યુવાનનું મોત નિપજયું હતું.

- Advertisement -

આ અકસ્માતના બનાવની વિગત મુજબ જામનગર શહેરના સાંઢિયા પુલ માધવાબાગ 1 વિસ્તારમાં રહેતો વિશાલભાઇ જગદિશભાઇ કટારમાલ નામનો યુવાન ગત્ તા. 27 માર્ચના રોજ મદ્યરાત્રિના સમયે તેના જીજે10 ઇજે 9363 નંબરના એક્સેસ બાઇક પર પુરપાટ અને બેફિકરાઇથી 58-દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં આવેલી કેળાની વખાર પાસેથી પસાર થતો હતો ત્યારે અચાનક બાઇક આડે કૂતરું આવી જતાં બાઇક પરનો કાબૂ ગૂમાવી દેતા સાઇડમાં રહેલા છોટા હાથી સાથે અથડાતા યુવાનને શરીરે તથા માથામાં ગંભીર ઇજા પહોંચી હતી. ત્યારબાદ ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સોમવારે સાંજે સારવાર દરમ્યાન મોત નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. આ બનાવ અંગે મૃતકના કાકા મુકેશભાઇ કટારમલ દ્વારા જાણ કરાતા હે.કો. વી. એમ. રાવલ તથા સ્ટાફએ હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular