Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં એસટી બસમાંથી ડ્રાઈવર દારૂના જથ્થા સાથે ઝડપાયો

જામનગરમાં એસટી બસમાંથી ડ્રાઈવર દારૂના જથ્થા સાથે ઝડપાયો

એસટી વિજીલન્સ ત્રાટકી : હિંમતનગરના એસટી બસના ચાલકને દબોચ્યો : દારૂનો જથ્થો કબ્જે કરી ગુનો નોંધાયો

- Advertisement -

જામનગર સહિત રાજ્યમાં દારૂની હેરાફેરી માટે અવનવી તરકીબો અજમાવવામાં આવે છે. ત્યારે જામનગર શહેરમાં એસટી ડેપોના પાર્કિંગમાં રહેલી એસ ટી બસમાંથી તેનો જ ચાલક ડ્રાઈવર રૂા.27,500 ની કિંમતની 55 બોટલ દારૂ સાથે એસટીની વિજીલન્સ ટીમે રેઈડ દરમિયાન ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

દરોડાની વિગત મુજબ, જામનગર શહેરના એસટી ડેપોના પાર્કિંગમાં પાર્ક કરાયેલી એસટી બસમાં દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે એસ.ટી. વિજીલન્સ અવ્વલ સુરક્ષા નિરીક્ષક પંકજભાઈ માકડિયા તથા તેમની ટીમ દ્વારા શુક્રવારે રાત્રિના સમયે પાર્ક કરાયેલી એસટી બસમાં તલાસી લેતા તેમાંથી રૂા.27,500 ની કિંમતની 55 બોટલ દારૂ મળી આવતા વિજીલન્સ ટીમે આ બસના ચાલક દિલીપસિંહ હેમતસિંહ રાઠોડ (ઉ.વ.48) બેઝ નં.773-120 (રહે. રાયસંગપુર તા.હિંમતનગર, જિ. બનાસકાંઠા) નામના શખ્સને દારૂના જથ્થા સાથે ઝડપી લઈ વિજીલન્સ ટીમે સિટી એ ડીવીઝનમાં જાણ કરી હતી જેના આધારે પીએસઆઈ કે.વી.ઝાલા તથા સ્ટાફે વિજીલન્સ અધિકારી પંકજભાઈ માકડિયાના નિવેદનના આધારે દિલીપસિંહ વિરૂધ્ધ દારૂનો ગુનો નોંધી અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular