લાલપુર તાલુકાના ગોવાણા ગામમાં પાટીયા પાસેથી પસાર થતી આઈ-20 કારને લાલપુર પોલીસે આંતરીને તલાસી લેતા તેમાંથી રૂા.30000 ની કિંમની 60 બોટલ ઈંગ્લીશ દારૂ સાથે શખ્સને દબોચી લઇ સપ્લાય સહિતના બે શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.
દરોડાની વિગત મુજબ, લાલપુરથી 14 કિલોમીટર દૂર આવેલા ગોવાણા ગામના પાટીયા પાસેથી આઈ-20 કારમાં દારૂનો જથ્થો પસાર થવાની બાતમીના આધારે પીએસઆઈ એસ.પી. ગોહિલ તથા સ્ટાફે વોચ ગોઠવી હતી. દરમિયાન જીજે-05-જેએલ-0365 નંબરની કારને આંતરી લીધી હતી. તલાસી લેતા તેમાંથી રૂા.30 હજારની કિંમતની જુદી જુદી બ્રાન્ડની 60 બોટલ ઈંગ્લીશ દારૂ મળી આવતા પોલીસે દેવુ ડાડુ ચાવડા (રહે. ગોવાણા, હાલ ખંભાળિયા) નામના શખ્સને દારૂનો જથ્થો અને બે લાખની કિંમતની કાર સહિત કુલ રૂા.2.30 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લઇ પૂછપરછ હાથ ધરતા આ દારૂનો જથ્થો ભાણવડ તાલુકાના મોરઝર ગામના વિજય બગડા પાસેથી ખરીદ્યાની કેફિયતના આધારે પોલીસે બે શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.