દેશભરમાં વધી રહેલા કોરોના વાયરસના કેસોને પરિણામે હોસ્પિટલોમાં બેડની અને ઓક્સિજનની અછત સર્જાઈ રહી છે. તેવામાં ડીફેન્સ રીસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO) દ્રારા દર્દીઓની મદદ માટે Spo2(Blood Oxygen Saturation) પુરક ઓક્સીજન વિતરણ પ્રણાલી તૈયાર કરી છે. જેનો ઉપયોગ વધુ ઉંચાઈ ધરાવતાં વિસ્તારોમાં તૈનાત સૈનિકોને આપવામાં આવે છે. જે કોરોનાના દર્દીઓ માટે પણ સફળ પુરવાર સાબિત થઇ શકે છે.
રક્ષામંત્રાલય દ્રારા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે આ પ્રણાલી, કોરોનાના કપરા કાળમાં વરદાનરૂપ સાબિત થઇ શકે છે. ડીઆરડીઓ બેંગ્લોરના ડીફેન્સ બાયો એન્જીનીયરીંગ એન્ડ ઇલેક્ટ્રો મેડીકલ લેબોરેટરી દ્રારા વિકસિત સીસ્ટમ Spo2 એક લેવલ સેટ કરીને વ્યક્તિને હાઈપોક્સિયાની સ્થિતિમાં જવાથી બચાવે છે, જે મોટાભાગના કિસ્સાઓમાં જીવલેણ છે. આ એક એવી સ્થિતિ છે જેમાં ઓક્સીજનનું લેવલ શરીરની જરૂરિયાતોને પૂરી કરવા માટે અપૂરતું છે.અને ઓક્સીજનનો અભાવ કોરોનાગ્રસ્ત દર્દીઓમાં પણ જોવા મળે છે. માટે આ પ્રણાલી કોરોના સંકટમાં દર્દીઓ માટે મદદરૂપ પુરવાર સાબિત થઇ શકે છે. કારણકે દેશમાં ઘણી જગ્યાએ ઓક્સીજન સીલીન્ડરની અછતના કારણે દર્દીઓના મોત થઇ રહ્યા છે. આ ગંભીર પરિસ્થિતિમાં ઓક્સીજન દર્દીઓ માટે ખુબ જરૂરી બની જાય છે.