સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સેનેટની ચૂંટણીમાં દાતા વિભાગના પ્રતિનિધિમાં જામનગરના ડો. દક્ષ નરેન્દ્રભાઇ ત્રિવેદી તથા રાજકોટના ડો. નિદત બારોટ તથા રાજકોટના મહેતા રાહુલ જયોતિન્દ્રભાઇ બિનહરીફ વિજેતા થયા છે.
સૌરાષ્ટ્ર યુનિ. દ્વારા દાતા/દાતાના પ્રતિનિધિ અને મતદાર વિભાગની સેનેટની ત્રણ બેઠકો માટે તા. 31 જુલાઇના રોજ ચૂંટણી જાહેર કરાઇ હતી. જે માટે ઉમદવારી પત્રોની ચકાસણી માટે તા. 21 જુલાઇ અંતિમ તારીખ હતી. ઉમેદવારી પત્રની ચકાસણી બાદ માન્ય ઉમેદવારી પત્ર તથા ઉમેદવારીપત્ર પાછા ખેચાયા બાદ ત્રણ ઉમેદવાર માન્ય ઉમેદવાર તરીકે રહેતાં હોય, તેમને બિનહરીફ જાહેર કરવામાં આવ્યા હતાં. જેમાં જામનગરના અગ્રણી ડો. દક્ષ નરેન્દ્રભાઇ ત્રિવેદી ઉપરાંત રાજકોટના મહેતા રાહુલ જયોતિન્દ્રભાઇ તથા ડો. નિદત બારોટ બિનહરીફ જાહેર કરાયા હતાં.
પૂર્વ મંત્રી અને ભાજપા અગ્રણી પ્રો. વસુબેન ત્રિવેદીના પુત્ર એવા જામનગરના ડો. દક્ષ નરેન્દ્રભાઇ ત્રિવેદીની બિનહરીફ નિમણુંક થતાં બ્રહ્મસમાજ સહિતના અનેક સંસ્થાઓ દ્વારા તેમની આ નિમણૂંક બદલ શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.