5.ગુરૂદેવ રાષ્ટ્રીય સંત પ.પૂ. નમ્રમુનિ મહારાજ સાહેબના આશિર્વાદથી પાર્લાના ચિંટુભાઇ અને ફાલ્ગુનીબેન દ્વારા જામનગર પારસધામને 10 ઓક્સિજન કન્સન્ટ્રેટરની ભેટ મળી છે. જે જામનગરના સમસ્ત રહેવાસીઓને ઉપયોગી થાય તે રીતે ડિપોઝિટ કિંમત લઇને આપવામાં આવશે.
જામનગરના પારસધામને પાર્લાના ચિંટુભાઇ અને ફાલ્ગુનીબેન દ્વારા ઓક્સિજન ક્ધસન્ટ્રેટર અર્પણ કરવામાં આવ્યા છે.
આ તકે એવાયએસજી સભ્યો તેમજ સમસ્ત જૈન સમાજના સેક્રેટરી વિજયભાઇ શેઠ વિશેષ ઉપસ્થિત રહ્યાં હતાં. આ ઉપરાંત કોરોના મહામારીમાં પારસધામ જામનગર દ્વારા પ.ગુરૂદેવના આશિર્વાદ અને માર્ગદર્શનથી પરમ ઓક્સિજન સહાય, દરરોજ છાસ વિતરણ, વિનામૂલ્યે લિંબુ વિતરણ, મલ્ટી વિટામી ટેબલેટ તેમજ નાળિયેર પાઉચનું વિનામૂલ્યે વિતરણ, રાહતદરે લીલા નાળિયેરનું વિતરણ સહિતની સેવા પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. આ સેવાપ્રવૃત્તિઓમાં અનુદાન આપનાર દાતાઓનો પણ પારસધામ દ્વારા આભાર મનાયો હતો.