Friday, December 27, 2024
Homeરાજ્યજામનગરડોલી બેવરેજિઝ ફેકટરીના માલિકને ભરણ પોષણ ચૂકવવામાં નિષ્ફળ જતાં સાત માસની સજા

ડોલી બેવરેજિઝ ફેકટરીના માલિકને ભરણ પોષણ ચૂકવવામાં નિષ્ફળ જતાં સાત માસની સજા

- Advertisement -

જામનગર ગોકુલનગર વિસ્તારમાં આવેલ ડોલી બેવરેજીઝ નામની ઠંડા પીણાની ફેકટરીના માલિક રાજેશ ભીમશીભાઇ વરુએ પોતાની પત્નિ વર્ષાબેન રાજેશભાઇ વરુ અને સગીરપુત્ર સમીર રાજેશ વરુને શારીરિક-માનસિક ત્રાસ આપી કાઢી મુલ અને અન્ય સ્ત્રી સાથે અનૈતિક જીવન શરુ કર્યું હતું. આથી તેમની પત્નિએ ભરણપોષણની અરજી કરતાં અરજદારને માસિક રૂા. 7000 અને સગીર પુત્ર સમીરને માસિક રૂા. 2500નો ભરણપોષણનો આદેશ અદાલતે કર્યો હતો.

- Advertisement -

આ કારખાનેદાર રકમ ભરવામાં નિષ્ફળ જતાં જામનગરના ફેમિલી અદાલતના પ્રિન્સીપાલ જજ એમ.એસ. સોનીએ આ કારખાનેદારને સાત માસની સાદી કેદની સજાનો હુકમ કર્યો છે. કારખાનેદાર હાજર રહેવામાં નિષ્ફળ રહેતા અદાલતે ધરપકડનું વોરંટ કાઢી પોલીસને મજકુર કારખાનેદારને ધરપકડ કરવા આદેશ કર્યો છે.

અરજદાર તરફે વકીલ વી.એચ. કનારા, એસ.બી. વોરીયા, ડી.એન. ભેડા, વી.ડી. બારડ, એસ.એસ. ખાંભલા, આર.એ. સફિયા, આર.ડી. સિસોટીયા, આર.એન. વસરા, જે.એમ. નંદાણિયા, વી.એસ. ખીમાણીયા, પી.એન. રાડીયા વગેરે રોકાયેલા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular