ગુજરાતમાં સરકાર પાસે રસીકરણ અંગે કોઇ પ્લાન છે કે, કેમ? જો હોય તો જાહેર કરવો જોઇએ. એમ ગઇકાલે મંગળવારે રાજયની વડીઅદાલતે સુનાવણી દરમ્યાન જણાવ્યું હતું. આ ઉપરાંત વડીઅદાલતે કેન્દ્ર સરકારને આદેશ આપ્યો છે કે, સરકારની રસીકરણ નીતિ અંગેની તમામ વિગતો લોકો સુધી પહોંચે તે જરૂરી છે.
આ પ્રકારની વિગતો લોકો સુધી વધુને વધુ પ્રમાણમાં પહોંચશે તો લોકો મહામારીના ખરા સ્વરૂપને ઓળખી શકશે અને જાગૃતિને કારણે બિમારીનો શિકાર બનતા અટકી શકશે. ગુજરાતના તમામ નાગરિકોના રસીકરણ માટે શું જરૂરી છે? અને આ ધ્યેયને પાર પાડવા માટે સરકારે શું અંદાજ બાંધ્યો છે? તે અંગેનો કોઇ રોડ મેપ ગુજરાત સરકાર પાસે છે કે કેમ ? તે જાણવાનો વડીઅદાલતે પ્રયત્ન કર્યો છે.
આ ઉપરાંત રાજયના પ્રાથમિક અને સામુહિક આરોગ્ય કેન્દ્રની સ્થિતિ તેમજ દવાઓ સહિતની તૈયારીઓ અંગેની વિગતો જાણવાનો વડી અદાલતે પ્રયાસ કર્યો હતો. અત્રે નોંધનીય છે કે, વડી અદાલતમાં સુઓમોટુ સુનાવણી ચાલી રહી છે.
ગુજરાતમાં રસીકરણ માટે સરકાર પાસે કોઇ પ્લાન છે?: HC
ભારત સરકારની રસીકરણ નીતિ અંગેની વિગતો લોકો સુધી પહોંચાડવા વડીઅદાલતનો આદેશ