શહેર પોલીસ કમિશનર વિરૂધ્ધની ચોંકાવનારી વિગતો સાથેનો પત્રધારાસભ્ય ગોવિંદભાઇ પટેલે ગૃહમંત્રીને લખ્યો છે. આ અંગે ગોવિંદભાઇ પટેલે જણાવ્યું છે કે, આ પત્ર મેં જ લખ્યો છે. પત્રમાં દર્શાવેલ ઘટનાની એફ.આઇ.આર. પણ મેં ગૃહમંત્રીને ફરિયાદ કર્યા પછી નોંધાયેલ છે. ફરિયાદ નોંધાયા પછી કોઇ પગલા લેવાયા નથી. પોલીસ તંત્રની આવી ભૂમિકા કઇ રીતે ચાલે? મેં તા. 2 જાન્યુઆરીએ ગૃહમંત્રીને ઇ-મેઇલ કરેલ છે. પત્ર લખ્યા પૂર્વે રૂબરૂ રજૂઆત કરેલ. ફરી આ બાબતે સોમવારે રજૂઆત કરનાર છું.
રાજકોટ પોલીસ કમિશનર સામે ગંભીર આરોપ લાગ્યા છે. પોલીસ હપ્તાખોરી કરતી હોવાનો ધારાસભ્યએ આરોપ લગાવતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
ધારાસભ્ય ગોવિંદ પટેલે આરોપ લગાવતા કહ્યું કે પોલીસ કમિશનરે રૂ.75 લાખ પડાવ્યા છે અને હજુ પણ રૂ.30 લાખની ઉઘરાણી કરે છે. તેમજ ઠગાઈની 8 કરોડની રકમ પેટે 15% લેખે ઉઘરાણું કરે છે. મળતી માહિતી અનુસાર ભાજપના ધારાસભ્ય ગોવિંદ પટેલે આરોપ પોલીસ પર હપ્તાખોરીનો આરોપ લગાવ્યો છે. તેમણે ઈઙ મનોજ અગ્રવાલ વિરૂદ્ધ હર્ષ સંઘવીને રજૂઆત કરી છે. તો ઉંઈઙએ જણાવ્યું છે કે આ આક્ષેપ અંગે તપાસ કરવામાં આવશે. આ મામલે ગોવિંદ પટેલે કહ્યું છે કે મારી પાસે ફરિયાદ આવી એટલે ગૃહમંત્રીને જાણ કરી છે. વધુમાં જણાવ્યું છે કે ફોનની ડિટેલ કઢાવશો એટલે બધુ જ ખ્યાલ આવશે.
શું રાજકોટ પોલીસ કમિશનર હપ્તા વસૂલી કરે છે ?
જાણો ક્યા ધારાસભ્ય એ કર્યો ગંભીર આક્ષેપ ?