Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષ સ્થાને જિલ્લા મોનીટરીંગ કમિટીની બેઠક યોજાઈ

જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષ સ્થાને જિલ્લા મોનીટરીંગ કમિટીની બેઠક યોજાઈ

- Advertisement -

જામનગર જિલ્લામાં ફાર્મર પ્રોડયુસર ઓર્ગેનાઈઝેશનની રચના સબબ જિલ્લા જળસ્ત્રાવ વિકાસ એકમના ઉપક્રમે જિલ્લા વિકાસ અધિકારી મિહિર પટેલના અધ્યક્ષ સ્થાને જિલ્લા મોનીટરીંગ કમિટીની પ્રથમ બેઠક તા.18ના રોજ યોજાઈ હતી.
આ બેઠકમાં ખેડૂતોની આવકમાં વૃધ્ધિ થાય, સરકારની તમામ યોજનાઓનો લાભ નાના-સીમાંત ખેડૂતોને ઘર આંગણે ઉપલબ્ધ થાય તેમજ ઓર્ગેનિક ખેતીનો વ્યાપ વધારવા તથા પાકનું મૂલ્યવર્ધન કરવા સઘન પગલાં લેવા અંગેની રચના કરવા જિલ્લા વિકાસ અધિકારીએ ઉપસ્થિત સૌને સંપ, સહકાર તથા સંગઠનથી કામગીરી કરવા માર્ગદર્શન આપ્યું હતું.
આ બેઠકમાં જામનગર જિલ્લામાં હાલમાં કાર્યરત ઠેબા તથા લતીપુરના પ્રતિનિધિ તેમજ જોડીયા, જામજોધપુર અને લાલપુર તાલુકાનાંની રચના માટે ઉત્સાહી સહકારી અગ્રણીઓએ તેમજ પ્રોજેકટ ડાયરેકટર ડી.ડબલ્યુ.ડી., નિયામક ડી.આર.ડી.એ., ખેતીવાડી, બાગાયત, ફિશરીઝ, પશુપાલન, આત્મા, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, લીડ બેન્ક મેનેજર તથા નાબાર્ડ સીબીબીઓ તરીકે ટીસીએસઆરડી મીઠાપુરના અધિકારીઓ વગેરેએ ભાગ લીધો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular