Wednesday, January 1, 2025
Homeરાજ્યજામનગરપ્રોહિબીશનના ગુનામાં પકડાયેલા હોમગાર્ડઝ જવાનને સસ્પેન્ડ કરતા જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ

પ્રોહિબીશનના ગુનામાં પકડાયેલા હોમગાર્ડઝ જવાનને સસ્પેન્ડ કરતા જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ

- Advertisement -

હોમગાર્ડઝ દળ એ શિસ્તને વરેલું માનદ દળ છે. તેઓ પોલીસની સાથે કાયદો અને વ્યવસ્થાની જાળવણીમાં હંમેશા ખડે પગે રહે છે. જામનગર જિલ્લા હોમગાર્ડઝ દળ સતત પ્રગતિના સોપાન સર કરી રહ્યું છે. ત્યારે શિસ્તના આગ્રહી એવા જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ સુરેશભાઈ ભીંડી ગેર શિસ્ત આચરનારા અને ફરજમાં બેદરકારી દાખવનારા હોમગાર્ડઝને હંમેશા કાયદાનું ભાન કરાવતા આવ્યા છે.

- Advertisement -

તાજેતરમાં, સીટી ‘ઇ’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના ગુન્હામાં પકડાયેલા હોમગાર્ડ જવાન પૃથ્વીરાજસિંહ અમરસિંહ જાડેજાને તાત્કાલિક અસરથી હોમગાર્ડઝ દળમાંથી ફરજ મોકૂફ કરવામાં આવ્યા છે. તેથી એક સંદેશો પહોંચાડેલો છે કે શિસ્તને વરેલી હોમગાર્ડઝ સંસ્થાની ગરિમાને નુકસાન પહોંચાડનારાને દળમાં સ્થાન નથી.

આ પૂર્વે પણ, જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ દ્વારા ગુન્હામાં જોડાયેલા હોમગાર્ડઝ સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવી છે. આ તકે, જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટએ જણાવ્યું હતું કે, ગુનાહિત માણસ ધરાવતા હોમગાર્ડઝનો ક્યારેય પણ આ દળ સ્વીકાર કરશે નહીં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular