Monday, December 23, 2024
Homeરાજ્યજામનગર7મી ડિસેમ્બરે સશસ્ત્ર સેના ધ્વજદિન : સૈનિક પરિવારોને મદદરૂપ થવા જિલ્લા કલેક્ટરનો...

7મી ડિસેમ્બરે સશસ્ત્ર સેના ધ્વજદિન : સૈનિક પરિવારોને મદદરૂપ થવા જિલ્લા કલેક્ટરનો અનુરોધ

- Advertisement -

જવાનો દેશસેવાની ભાવના અપનાવી લડાઈના મોરચે પોતાના પ્રાણની પરવા કર્યા વિના પવિત્ર માતૃભુમિના રક્ષણ કાજે શહીદ થવા,પોતાના ધૈર્ય અને સાહસથી ભારત દેશને અખંડિત રાખવા, આપણા ખમીરવંતા આદર્શો તેમજ ભદ્ર સંસ્કારોનું રક્ષણ કરવા, તથા આપણને હર ક્ષેત્રે વિજયી બનાવી આપણું મસ્તક ઉન્નત રાખવા પોતે બધા જ દુ:ખો ભોગવીને આપણને સ્વતંત્રતાનું સુખ આપવા તત્પર રહે છે. તેમજ દેશની આંતરીક અવ્યવસ્થા અને કુદરતી પ્રકોપો સામે પણ નાગરીકોના રક્ષણ કાજે અડીખમ ઉભા રહી સેવા આપે છે. તેઓના તથા શહીદોના નિરાધાર પરિવારોની યોગ્ય કદર કરવા અને તેઓની સાથે એકાત્મતા સાધવા તેમજ માજી સૈનિકો અને તેમના પરિવારોના કલ્યાણ અને પુનર્વસવાટની યોજનાઓમાં મદદ કરવા સશસ્ત્ર સેના ધ્વજદિન આપણને એક અનેરો અવસર પુરો પાડે છે. સશસ્ત્ર સેના ધ્વજદિન દર વર્ષે તા.07 ડિસેમ્બરના રોજ રાષ્ટ્રીય સ્તરે સંપુર્ણ ભારત દેશમાં ઉજવવામાં આવે છે.

- Advertisement -

જવાનોને હમેંશાં એવી પ્રતિતી થયા જ કરવી જોઈએ કે, તેઓની પાછળ આખો દેશ અને સમાજ છે અને તે ત્યારે જ લાગે કે જયારે સશસ્ત્ર સેના ધ્વજદિનમાં જનતા તન, મન, ધનથી મદદ કરી ફાળો એકઠો કરતા સ્વયં સેવકો સંસ્થાઓના પાત્રો છલકાવી દેવાની દેશના નાગરીક તરીકેની ફરજ સમજે. આ રીતે એકઠો થયેલો ફાળો માજી સૈનિકો, સ્વર્ગીય સૈનિકોની ધર્મપત્નીઓ અને તેઓના પરિવારજનોના હિતાર્થે સરકાર દ્વારા ધડાયેલા નીતિ નિયમો મુજબ ઉપયોગમાં લેવાય છે, આથી જામનગર જિલ્લા કલેકટર ડો. સૌરભ પારઘી તેમજ જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ અધિકારી કમાન્ડર સંદીપ જયસ્વાલ (નિવૃત)ની સર્વેને ઉદાર હાથે ફાળો આપવા માટે અપીલ છે. આ ફાળો હાથોહાથ રોકડમાં અથવા ચેક/ડિમાન્ડ ડ્રાફટથી Collector President AFFD FUND A/C COLL.PRE.D S WARN RO, JAMNAGAR ના નામનો બનાવીને જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી, લાલ બંગલો, જામનગરમાં જમા કરાવવાનો રહે છે. અથવા અત્રેની કચેરીના સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, લાલ બંગલો બ્રાન્ચના ખાતા નં. 33377236320 (આઈ એફ સી કોડ : SBIN0060119)માં કોર બેંકીંગથી જમા કરાવીને તેની જાણ જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી, જામનગરને કરી શકો છો. સર્વે દાતાઓને ફાળો આપવા બદલ સરકારી પહોંચ આપવામાં આવશે. તેમજ સશસ્ત્રસેના ધ્વજદિન માટેનો ફાળો વર્ષ દરમિયાન કોઇપણ દિવસે 31 માર્ચ પહેલાં જમા કરાવી શકાય છે. વધુ વિગત માટે કચેરીના ફોન નંબર : 0288-2558311 ઉપર સંપર્ક કરી શકાશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular