જામનગર જિલ્લા ભાજપા દ્વારા મારું પેઈજ કોરોના મુકત બનાવવા કામગીરી હાથ ધરવામાં આવી છે. ભાજપા દ્વારા ચૂંટણી દરમિયાન પેઈજ કમિટી બનાવવામાં આવી હતી. આ પેઈજ કમિટી દ્વારા હાલમાં કોરોના દર્દીઓ માટે હેલ્પલાઈન સુવિધા ઉભી કરવામાં આવી છે. હેલ્પલાઈન થકી કોરોનાની સારવાર લઇ રહેલા દર્દીઓના પરિવારજનોને માહિતી પૂરી પાડવામાં આવી રહી છે. આ ઉપરાંત દર્દીઓને ઓકિસજનની જરૂરત હોય તો તેમની પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. જોડિયા, ધ્રોલ, જામજોધપુર, લાલપુર સહિતના શહેરોમાં પીએચસી સેન્ટરોમાં દર્દીઓ માટે આવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે જેના થકી પેઈજ કમિટી દ્વારા મારુ પેઈજ કોરોના મુકત બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.