Saturday, December 28, 2024
Homeરાજ્યજામનગરકોશિષ ફાઉન્ડેશન દ્વારા જિલ્લા જેલમાં માસ્ક-સેનિટાઇઝર વિતરણ

કોશિષ ફાઉન્ડેશન દ્વારા જિલ્લા જેલમાં માસ્ક-સેનિટાઇઝર વિતરણ

- Advertisement -

જામનગરના કોશિષ ફાઉન્ડેશન દ્વારા કોરોનાની સ્થિતિને ધ્યાને લઇ જામનગરની જિલ્લા જેલમાં કેદીઓને આરોગ્યલક્ષી પ્રોજેકટ અંતર્ગત માસ્ક, સેનિટાઇઝર સહિતની ચીજવસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત સાવચેતી રાખવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ તકે સંસ્થાના એડવાઈઝર જામનગર ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વ પ્રમુખ કિરીટભાઈ મહેતા, સંસ્થાના ફાઉન્ડર પ્રમુખ સહારાબેન મકવાણા, વૈભવ વસા, ડો.સુરભીબેન દવે,ઝાકીરહુશેનભાઈ ચિકોરિવાળા, મીનાક્ષીબેન શાહ રૂમાનાબેન કુંગડા,જુનેદભાઈ ધ્રોલીયા, નિશા ઐયર,યજ્ઞેશ નિર્મલ, હાજર રહયા હતા.વધુમાં આ તકે પી. એચ .જાડેજા ઇન્ચાર્જ જેલ સુપ્રિટેન્ડન્ટ, એચ. એ .બાબરીયા જેલરના સહકાર બદલ સંસ્થા દ્રારા તેઓનો આભાર વ્યકત કરવામાં આવ્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular