Tuesday, January 7, 2025
Homeરાજ્યજામનગરભોઇ જ્ઞાતિ સમસ્તના જરૂરિયાતમંદોને નિ:શૂલ્ક રાશનકિટ વિતરણ

ભોઇ જ્ઞાતિ સમસ્તના જરૂરિયાતમંદોને નિ:શૂલ્ક રાશનકિટ વિતરણ

રિવાબા રવિન્દ્ર જાડેજાના સહયોગ અને ભોઇ જ્ઞાતિ યુવક મંડળ રાત્રી શાળા તથા ભોયરાજ યુવા સંગઠન દ્વારા વિતરણ કરાયું

- Advertisement -

જામનગરના વતની અને ભારતીય ક્રિકેટ જગતમાં જામનગરને ગૌરવ અપાવનાર ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્નિ રીવાબા જાડેજાના સહયોગ અને ભોઇ જ્ઞાતિ યુવક મંડળ રાત્રી શાળા તેમજ ભોયરાજ યુવા સંગઠનના નેજા હેઠળ ભોઇ જ્ઞાતિ સમસ્ત જામનગરના 51 જેટલા પરિવારો કે જેઓ એકલવાયુ જીવન જીવતાં હોય તેમજ વિધવા અને જરુરીયાતમંદ પરિવારોને બે મહિના ચાલે તેટલું રાશનકીટનું નિ:શૂલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું.

- Advertisement -

આ તકે સમાજના પૂર્વપ્રમુખ અને હાલ આર્યસમાજ ઉપપ્રમુખ તરીકે જવાબદારી સંભાળતાં નરેશભાઇ મહેતા, ભોઇ જ્ઞાતિના પૂર્વપ્રમુખ નરશીભાઇ દાઉડીયા, સામાજિક કાર્યકર એડવોકેટ સંજયભાઇ દાઉદીયા, રાત્રી શાળાના પ્રમુખ પ્રિતેશ મહેતા, મંત્રી સાગર મહેતા, સહમંત્રી મિતેશ દાઉદીયા, તેમજ રાત્રી શાળા અને યુવા સંગઠનના સભ્યો દ્વારા ઘરે ઘરે રાશનકીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular