સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિના રાષ્ટ્રીય ચેરમેન નિલેશભાઇ જોશીના માર્ગદર્શન મુજબ જામનગરની ટીમ દ્વારા અગરીયા કોલોનીમાં જરુરીયાતમંદ બાળકો સહિતના લોકોને ઠંડીની સિઝનને ધ્યાને લઇ ગરમ કપડાં તેમજ સાડીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ 200 જેટલા લોકોને નાસ્તો પણ વિતરણ કરવામાં આવ્યો હતો.
સૌરાષ્ટ્ર ઝોન ઇન્ચાર્જ તેમજ જિલ્લા પ્રમુખ પ્રદિપસિંહ વાળા, જામનગર શહેર પ્રમુખ દિલીપસિંહ જાડેજા, શહેર મહિલા પ્રમુખ મીનાબા સોઢાની આગેવાનીમાં સમગ્ર જામનગરની ટીમ દ્વારા આ સેવા કાર્ય કરવામાં આવ્યું હતું.