Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરસુરેન્દ્રનગરના લખતર સ્ટેટના ઠાકોર સાહેબના વારસદારો વચ્ચે એક હજાર કરોડની મિલકતને લઇ...

સુરેન્દ્રનગરના લખતર સ્ટેટના ઠાકોર સાહેબના વારસદારો વચ્ચે એક હજાર કરોડની મિલકતને લઇ વિવાદ

- Advertisement -

સુરેન્દ્રનગર જિલ્લાના લખતર સ્ટેટના ઠાકોર સાહેબના વારસદારો વચ્ચે એક હજાર કરોડની મિલકતને લઇને વિવાદ સર્જાયો છે અને લખતર સ્ટેટના ઠાકોરસાહેબના વારસદારો દ્વારા આ અંગે સુરેન્દ્રનગરની કોર્ટમાં મિલકતમાંથી ભાગ મેળવવા અંગે દાવો દાખલ કરવામાં આવ્યો છે. જેમાં જામનગરના એડવોેકટ અનિલ મહેતા અને તેની ટીમ રોકાઈ છે અને સમગ્ર કેસ લડી રહી છે.

- Advertisement -

સમગ્ર કેસની વિગત મુજબ, સુરેન્દ્રનગર જિલ્લાનું લખતર સ્ટેટ વિલીનીકરણના સમયે સરકારમાં ભળ્યું ત્યારે સરકાર દ્વારા રાજાને મિલકતો પાછી આપી હતી અને પારિવારિક વડીલોપાર્જીત સંપતિ ગણાય આવી પિતૃક સંપતિમાં પરિવારના તમામ સભ્યોનો સમાન હિસ્સો ગણાય છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના લખતરના ઠાકોર સાહેબ બલવિરસિંહ ઝાલાની સ્થાવર અને જંગમ મિલકત તેમના વારસદારોને ન મળતા સુરેન્દ્રનગરની કોર્ટમાં એક હજાર કરોડની મિલકતમાં દાવો કરવામાં આવ્યો છે. લખતર સ્ટેટની મિલકતમાં સીધીલીટીના વારસદારોને મિલકતમાંથી કોઇપણ પ્રકારનો ભાગ ન આપવામાં આવતા આ દાવો દાખલ કરવામાં આવ્યો છે.

લખતર સ્ટેટના ઠાકોર સાહેબ બલવિરસિંહ ઈન્દ્રસિંહ ઝાલાના નામે લખતર સ્ટેટની તમામ મિલકતો હતી. આ એક હજાર કરોડની મિલકતોમાં રાજમહેલો, જમીનો, સોના-ચાંદીના ઝવેરાત સહિતનો સમાવેશ થાય છે ત્યારે હાલના વારસદારો પૃથ્વીરાજસિંહ મદનસિંહ ઝાલા સહિતના દ્વારા ઠાકોર સાહેબની મિલકતોના કરતાહતાં બલભદ્રસિંહ ઝાલા સહિતના વિરૂધ્ધ કોર્ટ સમક્ષ મિલકતમાં ભાગ માટે દાવો દાખલ કર્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular