દેવભૂમિ દ્વારકા જિલ્લાની જુદી-જુદી અદાલતોના કુલ પેન્ડીંગ કેસોમાં એક જ દિવસમાં 21.65 ટકાનો મહત્વનો અને રેકર્ડબ્રેક ઘટાડો નોંધાયો છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળની જિલ્લા અદાલત, દ્વારા સમગ્ર જિલ્લામાં સફળતા પૂર્વક રાષ્ટ્રીય લોક અદાલતમાં રેકર્ડબ્રેક પરીણામ આવ્યું છે. જેમાં એક દિવસમાં કુલ 3,667 કેસોનો સુખદ નિવેડો લાવવામાં આવ્યો છે. જે અંતર્ગત રૂપિયા 15,38,33,112 ના હુકમો કરી, આ કેસો પુરા કરવામાં આવ્યા હતા. આ લોકો અદાલતથી એક જ દિવસમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાની જુદી-જુદી અદાલતોના કુલ પેન્ડીંગ કેસોમાં 21.65 ટકાનો નોંધપાત્ર અને રેકોર્ડ બ્રેક ઘટાડો થયો છે.
રાષ્ટ્રીય લેવલ ઉપર કાનૂની સેવાના ક્ષેત્રમાં કામ કરતી ઓટોનોમીયસ બોડી રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ, નવી દિલ્હી તેમજ રાજય લેવલે ગુજરાત રાજય કાનૂની સેવા સત્તા મંડળ (નામદાર ગુજરાત હાઇકોર્ટ), અમદાવાદના માર્ગદર્શન હેઠળ શનિવાર તારીખ 9 ના રોજ જાહેર રજાના દિવસે દેવભૂમિ દ્વારકા જિલ્લાની તમામ અદાલતોમાં રાષ્ટ્રીય લોક-અદાલત તેમજ સ્પેશીયલ મેજીસ્ટ્રેયીલ સીંટીંગનુ આયોજન જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ચેરમેનશ્રી (મુખ્ય જિલ્લા ન્યાયધીશ) એસ.વી. વ્યાસ સાહેબના વડપણ હેઠળ કરવામાં આવ્યું હતું. જેમાં અદાલતમાં ચાલતા હોય તેવા તમામ સમાધાન લાયક લગ્ન વિષયક તકરારો, મોટર અકસ્માત વળતર કેસ, દિવાની કેસ, કામદાર વળતર કેસ, મોબાઇલ કંપની સાથેના વિવાદ, ફોજદારી સમાધાન પાત્ર ગુન્હાઓના કેસ, જમીન સંપાદન વળતર કેસ, બેન્ક રીકવરી કેસ, પેન્શન કેસ વિગેરે તમામ પ્રકારના સિવિલ તથા ફોજદારી કેસો મળી, કુલ 3082 કેસો કુલ મુકવામાં આવ્યા હતા. જેમાંથી કુલ 2159 કેસોનો સમાધાન દ્વારા નિકાલ લાવવામાં આવ્યો હતો. જેના કુલ રૂ. 14,79,98,934 ના હુકમો કરવામાં આવ્યા હતા.
આ ઉપરાંત પ્રિ-લીટીગેશન કેસો, જેમાં વીજ કંપનીના બાકી લેણાના કેસો, ટ્રાફિક ચલણના કેસો, બેંક રીકવરી કેસો,માટે પ્રિ-લીટીગેશન અદાલતનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ 3,884 કેસો મૂકવામાં આવ્યા હતા. જેમાંથી કુલ 1508 કેસોમાં સમાધાન દ્વારા નિકાલ લાવવામાં આવ્યો હતો. જેની કુલ દાવાની રકમ રૂ. 58,34,178 થઈ હતી.
જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા જુદા-જુદા સ્ટેક હોલ્ડરો જેવા કે, વકીલો, સરકારી વકીલો, પોલીસ અધિકારીઓ, કલેકટર તથા રેવન્યુ ખાતાના અધિકારીઓ, બેંક તથા ફાયનાન્સીયલ ઇન્સ્ટિટયૂટના અધિકારીઓ તથા સંસ્થાઓના હોદેદારો સાથે આ લોક અદાલત તથા સ્પેશીયલ મેજીસ્ટ્રેયીલ સીટીંગના સંદર્ભમાં પીરીયોડીકલી મીટીંગો યોજી પરિણામલક્ષી આયોજન કરવામાં આવેલ, લીટીગેશન તથા પ્રિ-લીટીગેશન કેસો માટે પ્રિ-કાઉન્સીલીંગ તથા પ્રિ-સીટીંગના પદ્ધતિસરના આયોજન આયોજન થકી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં યોજાયેલી રાષ્ટ્રીય લોક અદાલત તથા સ્પેશીયલ મેજીસ્ટ્રેયીલ સીટીંગમાં કુલ 2159 કેસોનો સુખદ અંત આવ્યો હોવાનું જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સચિવની યાદીમાં જણાવાયું છે.