Tuesday, December 24, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં સજુબા સ્કૂલના વેક્સિનેશન સેન્ટરમાં અવ્યવસ્થા

જામનગરમાં સજુબા સ્કૂલના વેક્સિનેશન સેન્ટરમાં અવ્યવસ્થા

છેલ્લાં ત્રણ-ચાર દિવસથી વેકિસનેશન કાર્યવાહીમાં વિક્ષેપ : સજુબા સ્કૂલના વેકિસનેશન સેન્ટરમાં પોલીસની મદદ લેવાઈ

- Advertisement -

જામનગર શહેર-જિલ્લામાં છેલ્લાં ત્રણ-ચાર દિવસથી વેક્સિનના અપૂરતા જથ્થાને કારણે રસીકરણની કાર્યવાહી ખોરવાઈ ગઈ હતી. રસીકરણ કામગીરી ખોરવાયા બાદ વેકિસનનો જથ્થો આવી જતાં ફરીથી વેકિસનેશન સેન્ટરો શરૂ કરવામાં આવ્યાં હતાં. દરમિયાન આજે સજુબા સ્કૂલના વેકિસનેશન સેન્ટરમાં વેકિસન લેવા માટે લોકોનો ઘસારો થયો હતો અને સેન્ટરમાં અવ્યવસ્થા સર્જાતા પોલીસની મદદ લેવામાં આવી હતી.

- Advertisement -

કોરોના મહામારીને બીજી લહેરને કાબુમાં લેવા માટે વેકિસનેશન ઉપર જોર દેવામાં આવી રહ્યું છે અને દેશભરમાં વેકિસનેશન કામગીરીને ઝડપી બનાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.ત્યારે જામનગર શહેર-જિલ્લામાં છેલ્લાં ત્રણેક દિવસથી વેકિસનનો જથ્થો અપૂરતો હોવાથી વેકિસનેશન બંધ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આ જથ્થો ફરીથી આવી જતાં બીજા દિવસે જ વેકિસનેશન કામગીરી શરૂ કરવામાં આવી હતી. દરમિયાન આજે સવારે જામનગર શહેરમાં રણજીત રોડ પર આવેલી સજુબા સ્કૂલના વેકિસનેશન સેન્ટરમાં વેકિસન લેવા માટે લોકોનો ભારે ઘસારો જોવા મળ્યો હતો. ત્યારે આ ઘસારાને પહોંચી વળવા માટે કર્મચારીઓ સક્ષમ ન હોવાથી લોકોને કાબુમાં લેવા માટે પોલીસને બોલાવવામાં આવી હતી. પોલીસ સ્ટાફ તાત્કાલિક દોડી આવ્યા બાદ અવ્યવસ્થાને કાબુમાં લઇ ફરીથી વેકિસનેશન કામગીરી શરૂ કરાવવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular