Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરઅલીયાબાડાના દિવ્યાંગ સ્પર્ધકે રાજ્યકક્ષાની પેરા-સ્વિમિંગ સ્પર્ધામાં દ્વિતીયક્રમ મેળવ્યો

અલીયાબાડાના દિવ્યાંગ સ્પર્ધકે રાજ્યકક્ષાની પેરા-સ્વિમિંગ સ્પર્ધામાં દ્વિતીયક્રમ મેળવ્યો

રાષ્ટ્રીયકક્ષાની સ્પર્ધામાં ક્વોલિફાઇડ થઈ જામનગર જિલ્લાનું ગૌરવ વધાર્યું

- Advertisement -

રમતગમત મંડળ પેરા સ્પોર્ટ્સ એસોસિએશન ઓફ ગુજરાત દ્વારા રાજ્યકક્ષાની (વર્ષ 2022-23 અસ્થિવિષયક) ત્રીજી સિનિયર/જુનિયર પેરા સ્વિમિંગ સ્પર્ધા તા.16-10-2022ના રોજ સવારે 9:00 કલાકે અમદાવાદના એકલવ્ય સ્પોર્ટ્સ એકેડમી ખાતે યોજવામાં આવી હતી. જેમાં જામનગર તાલુકાના અલીયાબાડા ગામના અસ્થિવિષયક દિવ્યાંગ સ્પર્ધક બીપીનભાઈ કરમશીભાઈ અમૃતિયાએ 50M બેકસ્ટ્રોક-ક્લાસ-9/MQS-01:15:00 (01:23:91 SEC)માં પૂર્ણ કરી દ્વિતીયક્રમ મેળવ્યો હતો. તેમજ 50mrt ફ્રી સ્ટાઈલ/ક્લાસ-9/મેન.MQS-01:00:00 (59:28SEC)માં પૂર્ણ કરી રાષ્ટ્રીયકક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા બંને ઇવેન્ટમાં ક્વોલિફાઇડ થઈ જામનગર જિલ્લાનું તેમજ અમૃતિયા પરિવાર, લેઉઆ પટેલ સમાજ તથા આશાદીપ વિકલાંગ કલ્યાણકારી ટ્રસ્ટનું ગૌરવ વધાર્યું છે.

- Advertisement -

તેમની આ સિદ્ધિ બદલ જિલ્લા રમતગમત અધિકારી જામનગર, ચેલા ગ્રામ પંચાયતના ઉપરસરપંચ અને દિવ્યાંગ કાર્યકર કિરણસિંહ સોલંકી, દિવ્યાંગ મહિલા અધિકાર સમિતિના પ્રમુખ પ્રફૂલ્લાબેન મંગે તેમજ ઓ. પી. માહેશ્વરી, સંજયભાઇ જાની સહિતનાઓ દ્વારા અભિનંદન પાઠવ્યા હોવાનું આશાદીપ વિકલાંગ કલ્યાણકારી ટ્રસ્ટ જામનગરના દિવ્યાંગ પ્રમુખ અને એડવોકેટ સતરભાઈ દરજાદાની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular