Thursday, December 26, 2024
Homeરાષ્ટ્રીયસરકારની તિજોરી છલોછલ...ડાયરેકટર ટેકસ કલેકશન 16.61 લાખ કરોડથી વધુ

સરકારની તિજોરી છલોછલ…ડાયરેકટર ટેકસ કલેકશન 16.61 લાખ કરોડથી વધુ

સરકારના અંદાજથી રૂપિયા 2.41 લાખ કરોડ વધારે

- Advertisement -

નાણાકીય વર્ષ 2022-23માં ડાયરેક્ટ ટેક્સ કલેક્શન કેન્દ્ર સરકારના અંદાજથી વધારે રહ્યું છે. નાણા મંત્રાલય દ્વારા જારી આંકડા અનુસાર 2022-23માં નેટ ડાયરેક્ટ કલેક્શન 16.61 લાખ કરોડ રૂપિયા રહ્યું છે. જે ગત નાણાકીય વર્ષ એટલે કે 2021-22માં 14.12 લાખ કરોડ રૂપિયા હતું. નાણા મંત્રાલય અનુસાર 2022-23માં ડાયરેક્ટ ટેક્સ કલેકશન ગયા વર્ષની સરખૈામણીમાં 17.63 ટકા વધારે રહ્યું છે.

- Advertisement -

સરકારના બજેટમાં મૂકેલા અંદાજ કરતા ડાયરેક્ટ ટેક્સ કલેક્શન 16.97 ટકા વધારે રહ્યું છે. સરકારના અંદાજથી ડાયરેક્ટ ટેક્સ કલેકશન 2.41 લાખ કરોડ રૂપિયા વધારે રહ્યું છે. બજેટમાં 14.20 લાખ કરોડ રૂપિયા ડાયરેક્ટ ટેક્સ કલેક્શન રહેવાનો અંદાજ મૂકવામાં આવ્યો હતો. જો કે રિવાઇઝ કરાયેલા અંદાજમાં ડાયરેક્ટ ટેક્સ ક્લેક્શન 16.50 લાખ કરોડ રૂપિયા રહેવાનું જણાવવામાં આવ્યું હતું.

આમ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન બજેટ અંદાજ કરતા 16.97 ટકા વધારે અને રિવાઇઝ્ડ અંદાજથી 0.69 ટકા રહ્યું છે. 2022-23માં નાણા મંત્રાલય દ્વારા જારી રિફંડને ઉમેરવામાં આવેતો કુલ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન 19.68 લાખ કરોડ રહ્યું છે. જે 2021-22માં રહેલા 16.36 નલાખ કરોડ રૂપિયાથી 20.33 ટકા વધારે છે. આવી જ રીતે કોર્પોરેટ ટેક્સ કલેક્શન 2022-23માં 16.91 ટકાની વૃદ્ધિની સાથે 10 લાખ 4 હજાર 118 કરોડ રહ્યુ છે. જે નાણાકીય વર્ષ 2021-22માં 8 લાખ 58 જાર 849 કરોડ રૂપિયા રહ્યું હતું. પર્સનલ ઇનકમ ટેક્સ કલેક્શન 2022-23માં સિક્યુરિટી ટ્રાન્ઝેકશન ટેક્સ (એસટીટી) ઉમેર્યા પછી 9 લાખ 60 હજાર 764 કરોડ રૂપિયા રહ્યું છે. જે ગત વર્ષની સરખામણીમાં 24.23 ટકા વધુ રહ્યું છે. 2021-22માં પર્સનલ ઇનકમ ટેક્સ કલેક્શન સાત લાખ 73 હજાર 389 કરોડ રૂપિયા રહ્યું હતું. નાણાકીય વર્ષ 2022-23માં ઇન્કમ ટેક્સ વિભાગે 3 લાખ 7 હજાર 352 કરોડ રૂપિયાનું રિફંડ જારી કર્યુ છે. ગત નાણાકીય વર્ષના 2 લાખ 23 હજાર 658 કરોડ રૂપિયાની સરખામણીમાં આ 37.42 કરોડ રૂપિયા વધારે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular